તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 2nd May 2026
સૌરાષ્ટ્રના અલગ-અલગ વિસ્તારોમાં થયેલ વાહન અકસ્માત અંગેના રપ કેસોમાં ૯ કરોડ ર૧ લાખનું વળતર મંજુર
અરજદારોના વકીલો એસ.એ. સુરૈયા, મહેશ સિંધવ, સાંકેત મોરડીયા

રાજકોટ, તા. રઃ વાહન અકસ્માતના અલગ-અલગ બનાવથી બનેલ કુલ ૨૫ અકસ્માતના અલગ અલગ બનાવમા કુલ ૯,૨૧,૨૯,૦૦૦/- નવ કરોડ એકવીસ લાખ ઓગણત્રીસ હજાર નું વળતર મંજૂર કરવામાં આવેલ છે.
અત્રે અકસ્માતમાં ચિત્રાખાડા ગામ મોરબી જિલ્લાના રહેવાસી મુન્નાભાઈ ખોડાભાઈ ડાભીનું અકસ્માત થતા રૂપિયા ૩૮,૮૧,૦૦૦ મંજૂર થયેલ તેમજ રાજપરા તળાજા ભાવનગરના રહેવાસી જાગળતીબેન ભરતભાઈ મોરીનું જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં પોતાના પતિની પાછળ મોટરસાયકલ માં બેસીને જઈ રહેલા હતા ત્યારે પડી જવાથી અવસાન થયેલ જેના વળતરના રૂપિયા ૨૫,૪૯,૦૦૦ મંજૂર થયેલ તેમજ મોટા આંકડિયા અમરેલીના રહેવાસી ચિરાગભાઈ અશોકભાઈ વાજા નું ક્રૂઝરમાંથી પડી જવાથી અકસ્માત થતા અવસાન થયેલ જેમના રૂપિયા ૨૨,૦૦,૦૦૦ મંજૂર થયેલ છે તેમજ રાજકોટના રહેવાસી વિનોદ રણજીતભાઈ વાઘેલા નું કાલાવડ પોલીસ સ્ટેશનની હદમાં અકસ્માતમાં અવસાન થતા રૂપિયા ૨૭,૭૮,૦૦૦ મંજૂર થયેલ છે તેમજ પંચમહાલના રહેવાસી મનિષાબેન ભરતભાઈ ભગુરા નું ચોટીલા પોલીસ સ્ટેશનની હદમાં કાર અડફેટે અકસ્માતમાં અવસાન થતા રૂપિયા ૨૮,૦૦,૦૦૦ મંજૂર થયેલ છે તેમજ સુરત જિલ્લાના રહેવાસી કે જેઓનું ટ્રક અને કાર અકસ્માતમાં અવસાન થયેલ છે તેઓ બીટ્ટુ કુમારના ૨૧,૦૯,૦૦૦ તેમજ લલિત તલવીર ભાઈના ઈં ૬૬,૫૯,૦૦૦ તેમજ સતિષસિંગ રાજપૂતના ૨૨,૫૩,૦૦૦ મંજૂર થયેલ છે.
કોડીનારના રહેવાસી ભરતભાઈ ભગવાનભાઈ જાદવના અકસ્માતમાં અવસાન થતાં રૂપિયા ૩૨,૯૪,૦૦૦ મંજૂર થયેલ છે તેમજ વાંકાનેર ના રહેવાસી સમીર સમસુદ્દીનભાઈ પરિવારનું વાહન અકસ્માતમાં અવસાન થતાં રૂપિયા ૪૩૨૧૦૦૦ મંજૂર થયેલું છે તેમજ ઝારખંડના રહેવાસી ગુડ્ડુભાઈ મહેન્દ્રભાઈ યાદવનું ટ્રક હડફેટે અકસ્માતમાં અવસાન થતા રૂપિયા ૨૯,૫૮,૦૦૦ મંજૂર થયેલ છે તેમજ ખંભાળિયા પોલીસ સ્ટેશનની હદમાં અબ્દુલભાઈ જુસબભાઈ કુંગડા નું વાહન અકસ્માત થતા રૂપિયા ૨૦,૦૦,૦૦૦ મંજૂર થયેલ છે તેમજ જામનગર પંચ એ ડિવિઝન પોલીસ સ્ટેશનની હદમાં મહેશભાઈ સવજીભાઈ સાલાણી નું વાહન અકસ્માતમાં અવસાન થતાં ૨૨,૩૯,૦૦૦ મંજૂર થયેલ છે તેમજ રાજુલા પોલીસ સ્ટેશનની હદમાં સંજયભાઈ ભીમાભાઇ સોલંકી નું વાહન અકસ્માતમાં અવસાન થતા ૨૮,૫૧,૦૦૦ મંજૂર થયેલ છે તેમજ જોરાવર નગર પોલીસ સ્ટેશનની હદમાં વાહન અકસ્માતમાં જશુ સરમણ નાઘેરાનું અવસાન થતા રૂપિયા ૨૮,૦૦,૦૦૦ મંજૂર થયેલ છે તેમજ તેમની સાથે મનીષભાઈ દેવાયતભાઈ વાળા નું અવસાન થતા રૂપિયા ૨૨,૦૦,૦૦૦ મંજૂર થયેલ છે.
આ ઉપરાંત માંગરોળ મરીન પોલીસ સ્ટેશનની હદમાં વાહન અકસ્માતમાં મુકેશભાઈ ગોવિંદભાઈ વાઘેલાનું અવસાન થતા ૩૪,૦૦,૦૦૦ મંજૂર થયેલ છે તેમજ ગડુ ગીર સોમનાથના રહેવાસી બોરાખેડી પોલીસ સ્ટેશન બુલધાણા જિલ્લાના અકસ્માતના બનાવમાં ગુજરનાર સગીર તનવીર અલી બલોચ ઉ.વ.૧૫ ના રૂપિયા ૧૭,૬૩,૦૦૦ મંજુર થયેલ છે તેમજ ગુજરનાર રસીદાબેન બ્લોચના ૨૭,૬૯,૦૦૦ મંજૂર થયેલ છે તેમજ ગુજરનાર સોકતભાઈ જાફરભાઈ બલોચના ૨૭,૬૯,૦૦૦ મંજૂર થયેલ છે તેમજ રાજુલા પોલીસ સ્ટેશન ની હદમાં બંને અકસ્માતના બનાવમાં ગુજરનાર સંજીવ જગદીશ દુબે ના રૂપિયા ૩૩,૨૧,૦૦૦ મંજૂર થયેલ છે. તેમજ વંથલી પોલીસ સ્ટેશનની હદમાં અકસ્માતમાં અવસાન પામનાર ધર્મેશભાઈ રણછોડભાઈ સોલંકી ના રૂપિયા ૩૦,૬૦,૦૦૦ મંજુર થયેલ છે.
ખંભાળિયા પોલીસ સ્ટેશનની હદમાં અકસ્માતમાં અવસાન પામનાર સિયાભાઇ ગોવાભાઇ કંડોરીયા ના રૂપિયા ૩૧,૫૫,૦૦૦ મંજૂર થયેલ છે તેમજ ગુજરનાર હર્દિક રમણીકભાઇ પાનેલીયા અને ગુજરનાર રમણીકભાઇ પાનેલીયા રહેવાસી અમદાવાદ નાઓ બન્નેના રુપીયા ૯૦,૦૦,૦૦૦ મંજુર થયેલ છે. તેમજ મધ્યપ્રદેશના રહેવાસી મજૂર પરિવારના સભ્યો કે જેવો જીપકારમાં બેસી જય રહેલા હતા ત્યારે કઠલાલ પોલીસ સ્ટેશનની હદમાં રોડની વચ્ચોવચ ઉભેલ ટ્રકની પાછળ અથડાઈ જવાથી અકસ્માતમાં અવસાન પામેલ તેમાં રૂપિયા ૧,૫૦,૦૦,૦૦૦/- મંજૂર થયેલ છે. આમ અવસાન પામનારના વારસદારોને ક્લેઇમ ટ્રિબ્યુનલ રાજકોટમાં જજમેન્ટથી વળતર મંજૂર થયેલ છે.
ઉપરોક્ત તમામ કેસોમા રાજકોટમાં વાહન અકસ્માતના કેસોના એડવોકેટ સુરૈયા એસોસિએટસ રોકાએલ.જેમાં ગુજરનારના વારસદારોને જંગી વળતર મળે તે માટે અરજદાર તરફથી સુપ્રીમ કોર્ટના જજમેન્ટ રજૂ કરી અને અરજદારના વકીલ ની દલીલ ને ધ્યાનમાં લઈ નામ.ટ્રિબ્યુનલ તરફથી વળતર મંજૂર કરવામાં આવેલ છે.જેના વળતર ની રકમ ટ્રિબ્યુનલ રાજકોટમાં જજમેંટથી મંજૂર થયેલ. જે તમામ રકમ સામાવાળા માલિક તથા વીમા કંપની ચૂકવવા જવાબદાર થયેલ છે.
ઉપરોક્ત વળતરના ક્લેઇમ કેસમાં અરજદારો વતી રાજકોટના સિનિયર વકીલ એમ.એ.સુરૈયા તથા વકીલ મહેશભાઈ એમ. સિંધવ તથા તેમની સાથે કાર્યરત સાકેતભાઈ મોરડીયા રોકાયેલ હતા.
(11:34 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
