<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 23rd October 2026

ખેડૂતોને સરકારી સહાય મળશે, દુષ્‍કાળના નામે કોંગ્રેસના જુઠ્ઠાણાનો વરસાદઃ ડો. અનિલ પટેલ

સર્વેની કામગીરી ચાલુ છેઃ કોંગ્રેસના પ્રદેશ પ્રભારીના નિવેદનનો જવાબ આપતા ભાજપના પ્રવકતા

રાજકોટ તા. ર૩ :.. કોંગ્રેસના પ્રદેશ પ્રભારી શ્રી રણદીપ સૂરજેવાલાએ સૌરાષ્‍ટ્રને દુષ્‍કાળગ્રસ્‍ત જાહેર કરવા કરેલ નિવેદનને ગુજરાત ભાજપના પ્રવકતા ડો. અનિલ પટેલએ પડકારી કોંગ્રેસ જુઠ્ઠાણા ફેલાવી રહ્યાનો વળતો પ્રહાર કર્યો છે.

ડો. અનિલ પટેલએ જણાવેલ કે પરંપરાગત પધ્‍ધતિ અનુસાર ચોમાસુ ૧પ ઓકટોબર સુધી ગણાય છે. સરકાર સ્‍થિતિ અંગે ચકાસણી કરી રહી છે. ર૦૧૬ થી ર૦ર૬ સુધીમાં ૧૬ થી ૧૭ વખત ભાજપ સરકારે પેકેજ જાહેર કર્યા છે. અતિવૃષ્‍ટિ સમયે ભાજપ સરકારે ૧૦ હજાર કરોડ કરતાં વધુનું પેકેજ જાહેર કર્યુ હતું.

પાણી અને વિજળી અંગે ભુપેન્‍દ્ર પટેલ સરકારના મંત્રીઓ અને કમિટી પણ રિવ્‍યુ ેમેળવી રહ્યા છે. પીએમ કિસાન નિધિમાં રાજયના ખેડૂતોને રૂા. ૭૦ હજાર કરોડથી વધુ સહાય પણ કેન્‍દ્ર સરકારે આપી છે.

ઝીરો ટકા વ્‍યાજે ખેડૂતોને સહાય આપવાની ભાજપ સરકારની નીતિરીતિ છે. જો વાસ્‍તવમાં દુષ્‍કાળ અંગેની સ્‍થતિ સર્જાઇ તો ખેડૂતોને સહાય અમારી સરકારમાં મળવાની છે. બે-ત્રણ જિલ્લામાં વરસાદ ઓછો થયો છે.

સર્વે કરવાની કામગીરી તંત્ર કરી રહ્યુ છે. છતાં કોંગ્રેસ પાયા વિહોણા આક્ષેપ કરી જુઠ્ઠાણા ફેલાવી રહી છે.

(11:23 AM IST)