તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 3rd September 2026
કોટડા નાયાણીની સીમમાં ૧૬ વર્ષનો તરૂણ ઢોર ચરાવતી વખતે ઢળી પડયોઃ મોત
સાથે રહેલા નાનાભાઇએ પરિવારને જાણ કરતાં રામા ઝાપડાને સારવાર માટે રાજકોટ ખસેડયો પણ જીવ ન બચ્યોઃ પરિવારમાં શોક

રાજકોટ તા. ૩: વાંકાનેરના કોટડા નાયાણી ગામે રહેતાં ભરવાડ પરિવારનો સોળ વર્ષનો દિકરો ગામની સીમમાં નાના ભાઇ સાથે ઢોર ચરાવતો હતો ત્યારે એકાએક બેભાન થઇ ઢળી પડતાં સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો. પરંતુ અહિ મૃત્યુ થયું હતું.
જાણવા મળ્યા મુજબ કોટડા નાયાણી ગામમાં રહેતો રામા વિનુભાઇ ઝાપડા (ઉ.વ.૧૬) ગઇકાલે તેના આઠ વર્ષના ભાઇ સાથે ગામની સીમમાં ઢોર ચરાવવા ગયો હતો. જ્યાં તે એકાએક બેભાન થઇ પડી જતાં નાના ભાઇએ પરિવારજનોને જાણ કરતાં રામાને તાત્કાલીક સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો. પરંતુ અહિ ટુંકી સારવાર બાદ મૃત્યુ થતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો.
મૃત્યુ પામનાર રામો ત્રણ ભાઇમાં મોટો હતો. તેના પિતા ખેત મજૂરી અને પશુપાલન કરે છે. રામાનું મૃત્યુ કયા કારણોસર થયું તે હાલ બહાર આવ્યું નથી. હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં વાંકાનેર તાલુકા પોલીસે જરૂરી કાર્યવાહી કરી મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. જન્માષ્ટમી પર્વમાં જ આવા બનાવને પગલે ઝાપડા પરિવારમાં શોક છવાઇ ગયો છે
(11:24 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
