News of Monday, 14th September 2026
સુવાગ પાસે તૂફાન ગાડીની ઠોકરે બાઇક ચડતાં પડધરીના સરપદડના ૧૯ વર્ષના યુવાનનું મોત

રાજકોટ તા. ૧૪: વાહન અકસ્માતનો વધુ એક બનાવ જીવલેણ નીવડયો હતો. પડધરીના સુવાગ નજીક તૂફાન ગાડીની ઠોકરે બાઇક ચડી જતાં બાઇકચાલક સરપદડ ગામે રહેતાં ૧૯ વર્ષના યુવાનનું ગંભીર ઇજા થતાં મૃત્યુ થયું છે.
જાણવા મળ્યા મુજબ સરપદડ રહેતો મુકેશ સુરેશભાઇ ડાભી (ઉ.વ.૧૯) નામનો યુવાન ગઇકાલે સવારે ઘરેથી બાઇક હંકારી મેટોડા ગામે નોકરી પર જતો હતો ત્યારે રસ્તામાં સુવાગ નજીક તેના બાઇકને તૂફાન ગાડીની ટક્કર લાગતાં તે રોડ પર ફેંકાઇ જતાં ગંભીર ઇજા પહોંચી હતી.મુકેશને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુઅ હિ દમ તોડી દીધો હતો. મૃત્યુ પામનાર યુવાન બે ભાઇમાં નાનો હતો. તે કારખાનામાં કામ કરતો હતો. કારખાને જતી વેળાએ આ બનાવ બન્યો હતો. યુવાન દિકરાના મૃત્યુથી પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે. હોસ્પિટલ ચોકીના સ્ટાફે પડધરી પોલીસને જાણ કરી હતી.
(10:52 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
