તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 3rd November 2026
ભાણવડના પાસ્તરમાં વાડીએ ધોરીયામાંથી દવાવાળુ પાણી ભુલથી પી જતાં ૨૮ વર્ષના જયદિપનું મોત
યુવાનને સારવાર માટે રાજકોટ ખસેડાયો પણ દમ તોડી દીધોઃ કારેણા પરિવારમાં કલ્પાંત

રાજકોટ તા. ૩: દેવભૂમિ દ્વારકા તાબેના ભાણવડના પાસ્તર ગામે રહેતાં ૨૮ વર્ષના યુવાને ભુલથી વાડીએ ધોરીયામાં વહી રહેલુ ઝેરી દવાવાળુે પાણી ખોબે ખોબે પી લીધા બાદ તબિયત બગડતાં ઝેરી અસર થતાં સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો. પરંતુ આજે સવારે દમ તોડી દેતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો છે.
જાણવા મળ્યા મુજબ પાસ્તર ગામે રહેતો જયદિપ રાયસીંગભાઇ કારેણા (ઉ.વ.૨૮) ૨૯મીએ સવારે કામ સબબ અમદાવાદ ગયો હોઇ ત્યાંથી પરત વાડીએ આવ્યો હતો અને તરસ લાગી હોઇ ધોરીયામાંથી પાણી વહેતું હોઇ તે ખોબે ખોબે પી ગયો હતો. પરંતુ બાદમાં તેને ઉલ્ટીઓ થવા માંડતા આ પાણીમાં ખેતરમાં છાંટવાની દવા ભળેલી હોવાની ખબર પડી હતી. તેને તુરત જ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ હાલત ગંભીર થઇ જતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રીફર કરાયો હતો.
અહિ આજે સવારે તેનું મૃત્યુ થતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે ભાણવડ પોલીસને જાણ કરી હતી. મૃત્યુ પામનાર જયદિપ બે ભાઇ અને બે બહેનમાં નાનો હતો. તે ખેતી કામની સાથે સાથે ફરસાણ બનાવવાનું કામ પણ કરતો હતો. યુવાન દિકરાના મોતથી પરિવારમાં કલ્પાંત સર્જાયો છે.
(10:55 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
