<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 6th October 2026

પાટડીના બામણવા ગામે આડાસંબંધની શંકામાં ૫૫ વર્ષીય આધેડની નિર્મમ હત્‍યા કરનાર પિતા-પુત્ર અને ભાણેજ સહિત ૩ ઝડપાયા

પત્‍ની સાથે આડાસંબંધના મનદુઃખમાં કાવતરું રચી તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો, ગણતરીના કલાકોમાં પાટડી પોલીસે ભેદ ઉકેલ્‍યો

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા.૬: પાટડી તાલુકાના બામણવા ગામના ૫૫ વર્ષીય વીરજીભાઈ ભાથીભાઈ ઠાકોર શનિવારે રાત્રે જમીને પોતાની વાડીએ સુવા જઈ રહ્યા હતા. તે દરમિયાન અંધારાનો લાભ લઈને બાઈક પર આવેલા ત્રણ ઈસમોએ રસ્‍તામાં તેમના પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી મોતને ઘાટ ઉતારી ફરાર થઈ ગયા હતા. સવારે લોહીલુહાણ હાલતમાં મળતદેહ મળતા ગ્રામજનોએ પોલીસને જાણ કરી હતી.

ઘટનાની જાણ થતાં જ DySP સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્‍થળે દોડી ગયો હતો. પોલીસે મળતદેહને કબજે લઈ પોસ્‍ટમોર્ટમ અર્થે મોકલી ડોગ સ્‍ક્‍વોડ અને FSL ની મદદથી તપાસ શરૂ કરી હતી.

મળતકના પુત્રએ પોલીસ સમક્ષ ગામના જ પસાભાઈ ચતુરભાઈ ચાવડા અને તેમના પરિવારજનો પર શંકા વ્‍યક્‍ત કરી હતી. પોલીસે સઘન તપાસ હાથ ધરી ગણતરીના કલાકોમાં જ આરોપી પસા ચતુર ચાવડા, તેનો પુત્ર અશ્વિન ચાવડા અને ભાણેજ પવન ઈશ્વર રાઠોડની અટકાયત કરી હતી.

પૂછપરછ દરમિયાન ત્રણેયએ ગુનો કબૂલ્‍યો હતો. પસા ચાવડાને શંકા હતી કે મળતક વીરજીભાઈને તેની પત્‍ની સાથે આડા સંબંધો છે, જેનું મનદુઃખ રાખીને પિતા, પુત્ર અને ભાણેજે મળીને હત્‍યાનું કાવતરું રચ્‍યું હતું. આરોપીઓને ખબર હતી કે વીરજીભાઈ રોજ રાત્રે વાડીએ સુવા જાય છે, જેથી તેઓ અંધારામાં છુપાઈને બેઠા હતા અને તક મળતા જ હત્‍યાને અંજામ આપ્‍યો હતો.

હાલ પાટડી પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરી વધુ તપાસ હાથ ધરી છે.

(11:33 AM IST)