તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 24th August 2026
જામનગરના શંકર ટેકરી વિસ્તારમાં 60 વર્ષીય વૃદ્ધની ગળું કાપીને કરપીણ હત્યા
ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા સિટી સી ડિવિઝન પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી

જામનગરના શંકર ટેકરી વિસ્તારમાંથીનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. અહીં 60 વર્ષીય વૃદ્ધની ગળું કાપીને કરપીણ હત્યા કરવામાં આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી છે. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકોમાં પણ ભારે ચર્ચા જોવા મળી હતી.પ્રાથમિક માહિતી મુજબ, શંકર ટેકરી વિસ્તારમાં વૃદ્ધ મૃત હાલતમાં મળી આવ્યા હતા. તેમના ગળાના ભાગે ગંભીર ઈજા હોવાનું સામે આવતા હત્યાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા સિટી સી ડિવિઝન પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી.
પોલીસે મૃતદેહનો કબજો મેળવી જરૂરી કાર્યવાહી શરૂ કરી છે. બનાવ કેવી રીતે બન્યો, હત્યા કયા સમયે થઈ અને ઘટનામાં એકથી વધુ લોકો સંડોવાયેલા છે કે કેમ તે સહિતના મુદ્દાઓ પર તપાસ હાથ ધરવામાં આવી છે.હાલ સૌથી મોટો સવાલ એ છે કે 60 વર્ષીય વૃદ્ધની હત્યા કોણે અને કયા કારણસર કરી? હત્યા પાછળ કોઈ અંગત અદાવત, જૂનો વિવાદ કે અન્ય કોઈ કારણ છે કે કેમ તે દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે.
પોલીસ દ્વારા આસપાસના વિસ્તારમાંથી માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે અને ઘટનાને લગતા સંભવિત પુરાવાઓ મેળવવાના પ્રયાસો હાથ ધરાયા છે. મૃતકની ઓળખ અને હત્યા પાછળના ચોક્કસ કારણ અંગે તપાસ આગળ વધતા વધુ વિગતો સામે આવી શકે છે.આ ઘટનાએ જામનગરના શંકર ટેકરી વિસ્તારમાં ચકચાર મચાવી છે. હાલ પોલીસ તપાસ દરમિયાન હત્યારાઓ સુધી પહોંચવા માટે વિવિધ દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે.
(12:20 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
