તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 25th September 2026
અમરેલીના હનુમાન ખીજડિયા ગામે ખેતરમાં પિતા સાથે રમતા 7 વર્ષના માસુમ બાળક પર દીપડાએ હુમલો કર્યો
ચહેરા અને નાકના ભાગે ગંભીર ઈજા થતાં બાળક જૂનાગઢ હોસ્પિટલમાં સારવાર હેઠળ

અમરેલી જિલ્લાના હનુમાન ખીજડિયા ગામે દીપડાએ 7 વર્ષના બાળક પર હુમલો કરતાં ચકચાર મચી છે. ખેતરમાં પિતા સાથે રમતા સાયારામ નામના બાળક પર કપાસના વાવેતરમાંથી અચાનક બહાર આવેલા દીપડાએ હુમલો કર્યો હતો
મળતી માહિતી મુજબ, બાળક ખેતરમાં પિતા સાથે રમતો હતો ત્યારે કપાસના પાકમાંથી અચાનક દીપડો બહાર આવ્યો અને બાળક પર હુમલો કર્યો. દીપડાના હુમલામાં બાળકના ચહેરા અને નાકના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી.
હુમલા સમયે બાળકના પિતાએ સમયસૂચકતા વાપરી બૂમાબૂમ કરતાં દીપડો ત્યાંથી નાસી છૂટ્યો હતો. ત્યારબાદ ઈજાગ્રસ્ત સાયારામને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. હાલ બાળક જૂનાગઢની હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે.
(9:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
