News of Thursday, 6th August 2026
મોરબીમાં ઘરે સીડી ઉતરતા સમયે પાણીના ટાંકામાં પડી ગયેલ 7 વર્ષના બાળકનું મોત
બાળક સીડી પાસે આવેલ ભોતળિયાના ટંકામાં પડી ગયો અને ત્યાં પાણીમાં ડૂબી જવાથી તે બાળકનું મોત નીપજયું

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબીના વીસીપરા આવેલ મદીના સોસાયટીમાં રહેણાંક મકાનની અંદર પાણીના ટાંકામાં સાત વર્ષનો બાળક પડી ગયો હતો જેથી પાણીમાં ડૂબી જવાના કારણે તે બાળકનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી
મોરબીના વીસીપરામાં આવેલ મદીના સોસાયટીમાં રહેતા અમીન કટિયાનો સાત વર્ષનો દીકરો મહમદ કટિયા પોતાના ઘરની અંદર હતો ત્યારે ત્યાં ઘરમાં પાણીના ટાંકામાં પડી ગયો હતો જેથી કરીને પાણીમાં ડૂબી જવાથી તે માસુમ બાળકનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી આ બનાવની આગળની તપાસ સતિષભાઈ ગરચર કરી રહ્યા હોય તેઓની પાસેથી મળતી માહિતી મુજબ મૃતક બાળકનો પરિવાર ઉપરના માળે રહેતો હતો અને ત્યાંથી મૃતક બાળકના પિતા બહાર જતાં હતા ત્યારે તેની સાથે જવા માટે બાળક પણ સીડી ઉપરથી નીચે આવી રહ્યો હતો દરમ્યાન કોઈ કારણોસર બાળક સીડી પાસે આવેલ ભોતળિયાના ટંકામાં પડી ગયો હતો અને ત્યાં પાણીમાં ડૂબી જવાથી તે બાળકનું મોત નીપજયું હતું
(1:06 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
