તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 26th April 2026
કાલાવડ ના રણુજા રોડ પર પગપાળા ચાલીને જઇ રહેલા ૭૩ વર્ષના વૃદ્ધનુ પટકાઈ પડતાં ઇજા થવાથી અપમૃત્યુ
રણુજા ચોકડીથી બાલ દાઢી કરાવીને ચાલીને પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા.ત્યારે પટકાયા અને માથાના ભાગે ઇજા પહોંચી

જામનગર જિલ્લાના કાલાવડ ટાઉનમાં રણુજા રોડ પર એવન્યુ પાર્ક સોસાયટીમાં રહેતા છગનભાઈ ગોપાલભાઈ સાંગાણી નામના ૭૩ વર્ષના બુઝુર્ગ કે જેઓ રણુજા ચોકડીથી બાલ દાઢી કરાવીને ચાલીને પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા.
જે દરમિયાન અકસ્માતે નીચે પટકાઈ પડ્યા હતા, અને તેઓને માથાના ભાગે ઇજા થઈ હતી, જેથી તેમને બેશુદ્ધ અવસ્થામાં સારવાર માટે કાલાવડની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેઓનું મૃત્યુ નીપજયું હોવાનું જાહેર કર્યું હતું.
આ બનાવ અંગે મૃતકના પુત્ર અતુલભાઇ છગનભાઈ સાંગાણીએ પોલીસને જાણ કરતાં કાલાવડ ટાઉન ના એએસઆઈ વી.ડી. ઝાપડિયા સરકારી હોસ્પિટલમાં દોડી ગયા હતા, અને મૃતદેહનો કબજો સંભાળી આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
(6:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
