<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th October 2026

મોરબીના ચામુંડાનગરમાં બાઈક સવાર તસ્કર ગેસનો ભરેલો બાટલો ચોરી ગયો.

મહિના પહેલાં પણ આ જ વિસ્તારમાંથી સિલિન્ડર ચોરાયો હતો: ઘટના સીસીટીવીમાં કેદ.

( પ્રવિણ વ્યાસ દ્વારા )  મોરબીના ઉમિયાનગર તરફ જતા રસ્તે આવેલ ચામુંડાનગર વિસ્તારમાં તસ્કરો બેફામ બન્યા હોય તેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ગત 13 તારીખની રાત્રે એક અજાણ્યો બાઈક સવાર શખ્સ ઘર આંગણે રાખેલો ગેસનો ભરેલો બાટલો ચોરી કરીને ફરાર થઈ ગયો હતો. આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે.

બનાવ અંગે મળતી વિગતો મુજબ, મોરબીમાં ઉમિયાનગર તરફ જતા રસ્તે આવેલા ચામુંડાનગરમાં રહેતા અજય ચૌહાણના ઘરે આગામી દિવસોમાં લગ્નપ્રસંગ હોવાથી ઘરમાં કલરકામ ચાલી રહ્યું હતું. જેના કારણે ગેસ સિલિન્ડર સહિતનો સામાન બહાર રાખવામાં આવ્યો હતો. દરમિયાન 13 તારીખની રાત્રિના સમયે એક બાઈક સવાર ત્યાં આવ્યો હતો અને ઘર બહાર રાખેલો ગેસનો ભરેલો બાટલો ઉપાડીને બાઈક પર મૂકી પળવારમાં ફરાર થઈ ગયો હતો.

સ્થાનિકોના જણાવ્યા અનુસાર, આ જ લાઈનમાં આશરે 1 મહિના પહેલાં વિનુભાઈ પરમારના ઘરેથી પણ આ જ રીતે ગેસનો બાટલો ચોરાયો હતો. એક જ મહિનામાં ઉપરાઉપરી બે વખત ગેસના બાટલા ચોરાવાની ઘટના બનતાં સ્થાનિક રહીશોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ ચોરી અંગે પોલીસને જાણ કરવામાં આવી છે. સાથે સમગ્ર બનાવના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છેમોરબીના ચામુંડાનગરમાં બાઈક સવાર તસ્કર ગેસનો ભરેલો બાટલો ચોરી ગયો.

મહિના પહેલાં પણ આ જ વિસ્તારમાંથી સિલિન્ડર ચોરાયો હતો: ઘટના સીસીટીવીમાં કેદ.

મોરબીના ઉમિયાનગર તરફ જતા રસ્તે આવેલ ચામુંડાનગર વિસ્તારમાં તસ્કરો બેફામ બન્યા હોય તેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ગત 13 તારીખની રાત્રે એક અજાણ્યો બાઈક સવાર શખ્સ ઘર આંગણે રાખેલો ગેસનો ભરેલો બાટલો ચોરી કરીને ફરાર થઈ ગયો હતો. આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે.

બનાવ અંગે મળતી વિગતો મુજબ, મોરબીમાં ઉમિયાનગર તરફ જતા રસ્તે આવેલા ચામુંડાનગરમાં રહેતા અજય ચૌહાણના ઘરે આગામી દિવસોમાં લગ્નપ્રસંગ હોવાથી ઘરમાં કલરકામ ચાલી રહ્યું હતું. જેના કારણે ગેસ સિલિન્ડર સહિતનો સામાન બહાર રાખવામાં આવ્યો હતો. દરમિયાન 13 તારીખની રાત્રિના સમયે એક બાઈક સવાર ત્યાં આવ્યો હતો અને ઘર બહાર રાખેલો ગેસનો ભરેલો બાટલો ઉપાડીને બાઈક પર મૂકી પળવારમાં ફરાર થઈ ગયો હતો.

સ્થાનિકોના જણાવ્યા અનુસાર, આ જ લાઈનમાં આશરે 1 મહિના પહેલાં વિનુભાઈ પરમારના ઘરેથી પણ આ જ રીતે ગેસનો બાટલો ચોરાયો હતો. એક જ મહિનામાં ઉપરાઉપરી બે વખત ગેસના બાટલા ચોરાવાની ઘટના બનતાં સ્થાનિક રહીશોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ ચોરી અંગે પોલીસને જાણ કરવામાં આવી છે. સાથે સમગ્ર બનાવના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે

(11:43 PM IST)