તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 13th August 2026
કચ્છના આમરડી ગામે રસોઈ બનાવવાના મુદ્દે થયેલ બોલાચાલીમાં પતિના હાથે પત્નીની હત્યા
શાક રોટલી બનાવવાના કંકાસમાં ૪ વર્ષની દીકરી સામે ધોકા વડે ફટકારી ઢીમ ઢાળી દીધું

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૩ : કચ્છના ભચાઉ તાલુકાના આમરડી ગામે શાક-રોટલી બનાવવા જેવી નજીવી બાબતે બોલાચાલી થતાં પતિએ ધોકા ફટકારી પત્નીની નિર્મમ હત્યા કરી નાખી છે. ભચાઉ પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને હત્યારા પતિની ધરપકડ કરી લીધી છે. મૂળ પંચમહાલ જિલ્લાના મોરવા હડફના વતની રમેશ બળવંતસિંહ બારીયાએ પોતાની ૩૦ વર્ષીય પત્ની કૈલાસબેનની હત્યા કરી હતી. તેઓ આમરડી ગામની સીમમાં કરસનભાઈ ગામીના ખેતરમાં ભાગિયા તરીકે કામ કરતા હતા અને ત્યાં આવેલી ઓરડીમાં રહેતા હતા. રાત્રે પતિ રમેશે શાક-રોટલી બનાવવાનું કહેતાં પત્ની કૈલાસબેને રસોઈ બનાવવાની ના પાડી હતી. આ નજીવી બાબતે ઉશ્કેરાઈને રમેશે પોતાની ૪ વર્ષની દીકરીની નજર સામે જ પત્નીને ધોકા વડે મરણતોલ માર મારી મોતને ઘાટ ઉતારી દીધી હતી.
(9:25 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
