હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Saturday, 23rd May 2026
કચ્છમાં તૈનાત સુરેન્દ્રનગર જીલ્લાના બીએસએફના જવાનનો જાતે માથામાં ગોળી ધરબી આપઘાત
બે દિ' પહેલાં જ ઘેરથી આવેલા લીંબડી ચોકડી ગામના વતની જવાન પંકજ લાભુભાઈ મેમતીયાના આપઘાત પાછળનું કારણ શું? ઘૂંટાતું રહસ્ય

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૨૪: કચ્છના ગાંધીધામમાં તૈનાત બીએસએફ ૯૦ બટાલિયનના જવાને જાતે જ પોતાના માથામાં ગોળી ધરબી આપઘાત કરતાં ચકચાર મચી જવા પામી છે. ૨૪ વર્ષનો આ જવાન પંકજ લાભુભાઈ મેમતીયા મૂળ સુરેન્દ્રનગરના લીંબડીના ચોકડી ગામનો વતની હતો અને ૨૦૨૩ માં બીએસએફમાં જોડાયો હતો. હજી રજામાં બે દિવસ પહેલાં જ ઘેરથી ફરજ ઉપર ગાંધીધામ આવેલા આ જવાને આત્મઘાતી પગલું શા માટે ભર્યું? જવાન સાથે અંતિમ સમયે ફરજ ઉપર કોણ હતું, જે રાઈફલથી આત્મહત્યા કરી એ શષા, શું મળતક જવાન માનસિક તાણમાં હતો? એ માનસિક તાણ પાછળનું કારણ શું? સહિતના મુદ્દાઓ તપાસ માંગી લે છે. દરમ્યાન ગાંધીધામ એ ડિવિઝન પોલીસે આપઘાતનો ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.
(10:31 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
