<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th September 2026

વિરપુરમાં ‘ચોકમા' રમી રહેલ અઢી વર્ષના બાળક ઉપર કાર ફરી વળીઃ મોત

(કિશન મોરબીયા દ્વારા) વીરતુર તા. ર૮ :..  વીરપુરના મીનળવાવ ચોક વિસ્‍તારમાં રમી રહેલા અઢી વર્ષના માસૂમ બાળક પર એક બેફામ કાર ફરી વળતાં બાળકનું કમકમાટીભર્યું મોત નીપજ્‍યું છે. આ મામલે બાળકના પિતાએ વીરપુર પોલીસ મથકમાં કારચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

પોલીસ ફરિયાદમાં જણાવ્‍યા અનુસાર, હાલ વીરપુરમાં પોલીસ સ્‍ટેશન સામે ઝુંપડામાં રહેતા અને મજૂરી તથા શાકભાજીનો વેપાર કરતા મેહુલભાઈ ભુરાભાઈ રાઠવા  પોતાના પરિવાર સાથે મીનળવાવ ચોકમાં અંકિત ગેસ્‍ટ હાઉસ સામે બેઠા હતા.  તેમનો અઢી વર્ષનો દીકરો મીહીત તેની માતા પુષ્‍પાબેન પાસે રમી રહ્યો હતો. તે જ સમયે જીજે-૦૧-એચએસ-૬૫૬૬ (જીજે-૦૧-એચએસ-૬૫૬૬) નંબરની ટોયોટા કારના ચાલકે ગફલતભરી રીતે કાર ચલાવીને માસૂમ મીહીત પર ચડાવી દેતા તેને ગંભીર ઇજાઓ પહોંચતા પ્રથમ વિરપુર બાદ ગોંડલ હોસ્‍પીટલમાં ખસેડાયેલ જયા ડોકરટે તેને મૃત જાહેર કર્યો હતો.

આ સમગ્ર ઘટના અંગે મળતક બાળકના પિતા મેહુલભાઈએ વીરપુર પોલીસ સ્‍ટેશનમાં ઉપલેટાના રહેવાસી એવા કારચાલક દીપેશભાઈ વિરુદ્ધ ફરીયાદ કરતા પોલીસે આ ફરિયાદના આધારે આગળની તપાસ હાથ ધરી છે.

(1:12 PM IST)