તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Tuesday, 24th November 2026
જૂનાગઢ-જેતપુર માર્ગ પર ચોકી ગામ નજીક અચાનક એક કારમાં આગ ભભૂકી
નાસિકથી ગિરનારની લીલી પરિક્રમા કરવા આવેલા એક પરિવારની કારમાં પરત ફરતી વખતે આગ લાગી :તમામ પરિવારજનો સમયસર બહાર નીકળી જતાં મોટી જાનહાનિ ટળી

જૂનાગઢ-જેતપુર માર્ગ પર ચોકી ગામ નજીક અચાનક એક કારમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. નાસિકથી ગિરનારની લીલી પરિક્રમા કરવા આવેલા એક પરિવારની કારમાં પરત ફરતી વખતે આગ લાગી હતી. જોતજોતામાં કાર આગની લપેટમાં આવી જતાં અગનગોળામાં ફેરવાઈ હતી. જોકે, સદનસીબે કારમાં સવાર તમામ પરિવારજનો સમયસર બહાર નીકળી જતાં મોટી જાનહાનિ ટળી હતી. કારમાં આગ લાગતાં માર્ગ પર નાસભાગ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં તાત્કાલિક ફાયર વિભાગ અને પોલીસને જાણ કરવામાં આવી હતી. આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. આ ઘટનાને પગલે માર્ગ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
(6:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
