તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 27th September 2026
મોરબી હાઇવે પર કારમાંથી ૨૬૨ બોટલ દારૂના જથ્થા સાથે એક ઝડપાયો.
પોલીસે દારૂ અને કાર સહીત કુલ રૂ ૨.૯૭ લાખનો મુદામાલ કબ્જે લીધો

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી નજીક હાઈવે પર અલ્ટો કારમાં દારૂની ૨૬૨ બોટલના જથ્થાની હેરાફેરી કરનાર શખ્સને ઝડપી લઈને પોલીસે દારૂ અને કાર સહીત કુલ રૂ ૨.૯૭ લાખનો મુદામાલ કબ્જે લીધો છે.
મોરબી સીટી બી ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન મોરબી નજીક હાઈવે પરથી અલ્ટો કાર જીજે ૧૩ એનએન ૦૩૪૬ શંકાસ્પદ લાગતા કાર રોકી તલાશી લીધી હતી કારમાંથી ઈંગ્લીશ દારૂની ૨૬૨ બોટલ કીમત રૂ ૪૭,૧૧૮ નો જથ્થો મળી આવતા દારૂ, કાર કીમત રૂ ૨.૫૦ લાખ સહીત કુલ રૂ ૨,૯૭,૧૧૮ નો મુદામાલ જપ્ત કરી આરોપી બળદેવભાઈ ઉર્ફે બાલો નાગરભાઈ સાકરીયા (ઉ.વ.૩૦) રહે લાલપર તા. મોરબી મૂળ રહે પીપડી તા. જસદણ વાળાને ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
(11:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
