તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 25th April 2026
ચુડા તાલુકાના છલાળા ગામે ખેતરના પાણીના ખાડામાં પડી જતા બાળકનું મોત

વઢવાણ, તા.૨૫: દાહોદ જિલ્લાના વાઘનળના વતની સુરેન્દ્રનગરના ચુડા તાલુકાના છલાડા ગામે પરિવાર સાથે ખેતરમાં રહી અને ખેત મજૂરી કરતા હતા અને પોતાનું જીવન ધોરણ ચલાવતા હતા તે દરમિયાન તેમને ૮ મહિનાનું બાળક અચાનક ખેતરમાં પાણીના ખાડામાં પડી જતા તે પાણીના ખાડામાં ડૂબી ગયો હતો અને તેનું મોત નીપજવા પામ્યું હતું ત્યારે અચાનક આ પ્રકારની ઘટના બનતા ખેત મજૂર ઉપર પણ આભ ફાટી પડવા પામ્યું હતું.
આજુબાજુના લોકો દ્વારા બાળકને પાણીમાંથી શોધી અને ત્યારબાદ બહાર કાઢવામાં આવતા અને હોસ્પિટલે લઈ જવામાં આવતા તેને મૃત જાહેર કરવામાં આવ્યું હતું અને આ અંગે પીએમ કરી અને વધુ તપાસ દ્વારા શરૃ કરવામાં આવી છે.
(11:36 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
