તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 27th October 2026
ગોંડલના ચોરડી ગામની સીમમાં ૩૫ લાખનો વિદેશી દારૂનો જથ્થો પકડાયોઃ કટીંગ થતુ'તુને એલસીબી ત્રાટકી
ચોરડીના સોહીલે દારૂનો જથ્થો ઉતાર્યો'તોઃ ત્રણ વાહનો સહિત ૫૫ લાખનો મુદામાલ કબ્જે

તસ્વીરમાં પકડાયેલ દારૂનો જથ્થો નજરે પડે છે. (તસ્વીરઃ ભાવેશ ભોજાણી- ગોંડલ)
રાજકોટ તા.૨૭: ગોંડલના ચોરડી ગામની સીમમાં વિદેશી દારૂના જથ્થાના કટીંગ વેળાએ જ રૂરલ એલસીબીએ દરોડો પાડી ૩૫ લાખનો વિદેશી દારૂનો જથ્થો સહિત ૫૫ લાખનો મુદામાલ કબ્જે કર્યો છે.
રૂરલ એસ.પી. વિજયસિંહ ગુર્જરે દારૂ-જુગારની બદી નાબુદ કરવા આપેલ સુચના અન્વયે રૂરલ ક્રાઇમબ્રાંચના પી.આઇ. જે.પી. રાવ, પી.એસ.આઇ. એચ.સી. ગોહિલ, આર.વી. ભીમાણી તથા પી.એન. ભરવાડ સહિતની ટીમ ગોંડલ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી ત્યારે ગોંડલના ચોરડી ગામની સીમમાં ચોરડીના સોહિલ નામના શખ્સ દારૂનો જંગી જથ્થો ઉતાર્યા હોવાની બાતમી મળતા ચોરડીની સીમમાં દરોડો પાડતા ત્યાં દારૂના જથ્થાનું કટીંગ થતુ હોય નાસભાગ મચી ગઇ હતી. રૂરલ ક્રાઇમબ્રાંચે આઇશરની તલાશી લેતા તેમાંથી અલગ- અલગ બ્રાંડના વિદેશી દારૂની બોટલ નંગ ૪૫૦૦ કિ.૩૫ લાખનો જથ્થો કબ્જે કર્યો હતો. તેમજ દારૂનો જથ્થો લેવા આવેલ પીકઅપ વાહન અને અર્બન કલુઝર ગાડી કબ્જે કરાઇ હતી. રૂરલ ક્રાઇમબ્રાંચે દરોડો પાડતા તમામ વાહનોના ચાલક વાહનો રેઢા મુકી નાસી છુટયા હતા.
રૂરલ ક્રાઇમબ્રાંચે ૩૫ લાખનો દારૂ અને વાહનો સહિત પપ લાખનો મુદામાલ કબ્જે કરી ચોરડીના સોહિલ સહિતના સામે ગોંડલ તાલુકા પોલીસ મથકમાં ગુન્હો દાખલ કરેલ છે.
(11:42 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
