<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 22nd July 2026

ઉપલેટામાં ૪ લાખના નશાકારક સીરપનો જથ્‍થો પકડાયોઃ રૂરલ એસઓજીનો દરોડો

દિવ્‍યેશ કનારાના ગોડાઉનમાં દરોડોઃ ૫.૦૩ લાખનો મુદામાલ કબ્‍જે

રાજકોટ, તા.૨૨: ઉપલેટામાં રુરલ એસઓજીએ દરોડો પાડી ૪ લાખનો નશાકારક સિરપનો જથ્‍થો પકડી પાડી કાર્યવાહી કરી છે.

પોલીસ અધિક્ષ વિજયસિંહ ગુર્જર રાજકોટ ગ્રામ્‍ય, દ્વારા નશીલા તેમજ માદક પદાર્થને લગતી ગેરકાયદેસર પ્રવૃત્તિ નાબુદ કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય, જે અનુસંધાને રૂરલ એસઓજીએ હ્યુમન સોર્સના આધારે દિવ્‍યેશભાઇ માલદેભાઇ કનારા રહે. ઉપલેટા પોલીસ લાઇન પાછળ, પોતાના કબ્‍જા ભોગવટા વાળા ગોડાઉનમાં આર્યુવેદિક પ્રવાહીના નામથી નશાકારક પ્રવાહીની બોટલનો જથ્‍થો વેચાણ અર્થે રાખેલ છે. તેવી ચોકકસ હકિકત આધારે મજકૂર ઇસમના કબ્‍જા ભોગવટા વાળા ગોડાઉનમાંથી ગ્રીન એનર્જી અશ્વ, સેફ ઇફેકટીવ હર્બલ ટોનીક નામની નશાકારક પ્રવાહીની બોટલનો જથ્‍થો કિ. ૪,૦૩,ર૦૦ કોઇપણ પ્રકારના આધાર કે બીલ વગર મળી આવતા જે બાબતે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

રૂરલ એસઓજી એ ગ્રીન એનર્જી અશ્વ, સફ ઇફેકટીવ હર્બલ ટોનીક નામની નશાકારક પ્રવાહીની બોટલનો જથ્‍થો ૨૫૨૦ જેની કિ. રૂા. ૪,૦૩,૨૦૦રૂા.-ના ટટા કંપનીનું છોટા હાથી માલવાહક વાહન જેના રજી. નં. જીજે--૦૩-એવી-૮૦૬૦ જેની કિ. રૂા.૧,૦૦,૦૦૦/- મળી કુલ રૂા. ૫,૦૩,૨૦/- નો મુદામાલ કબ્‍જે કરી સિરપનો જથ્‍થો પરીક્ષણ અર્થે એફ.એસ.એચમાં મોકલવા તજવીજ હાથ ધરી છે.

આ કાર્યવાહી એસ.ઓ.જી.શાખાના પો. ઇન્‍સ. એફ.એ.પારગી, પો.સબ.ઇન્‍સ. જી.જે.ઝાલા, પો.સબ.ઇન્‍સ. પી.બી. મિશ્રા એ.એસ.આઇ. પરબતભાઇ શામળા ફિરોજભાઇ બ્‍લોચ પો. ઇન્‍સ. ચીરાગભાઇ કોઠીવાર, રઘુભાઇ ત્રકટા, નિર્મળસિંહ ચુડાસમા, કલ્‍પેશભાઇ કોઠીવાર, નવદિપભાઇ બાબરીયા દ્વારા કરવામાં આવેલ છે.

(2:52 PM IST)