News of Monday, 6th July 2026
બાબરાના નોંઘણવદરમાં ઈલેકટ્રીક ઉપકરણથી ચાલતું દેશી દારૂનું ખનીજ કારખાનું પકડાયું: દારૂ રાજકોટ પહોંચતો!
SMC ત્રાટકતા ચકચારઃ ૮.૭૦ લાખનો મુદામાલ ઝબ્બેઃ એક શ્રમિક પકડાયોઃ ૪ શખ્શો ફરારઃ લાઠી પોલીસને સોંપાતી તપાસ

(દિપક કનૈયા) બાબરા,તા.૦૬: રાજ્ય ની સ્ટેટ મોનીટરીંગ સેલ માં ખાનગી રાહે મળેલી હકીકત આધારે બાબરા ના નોંઘણવદર ગામે ની સીમ માં તપાસ કરતા (૧) ચંદાભાઇ ઉનડભાઇ જેબલીયા (૨) કનુભાઇ દેવકુભાઇ હુદડના મુખ્ય સંચાલન હેઠળ ચાલતી દેશી દારૂ બનાવવા બે ની ઇલેક્ટ્રિક ઉપકરણ સાથે ની ભઠ્ઠી ઝડપાતા દેશી દારૂ લીટર-૨૦૮૫ કિ.રૂ.૪,૧૭,૦૦૦- તથા દેશીદારુ ગાળવાનો ઠંડો તથા ગરમ આથો લીટર-૧૩,૨૫૦ કિ.રૂ. ૩,૩૧,૨૫૦/ તથા આથામા નાખવાનો લાટો નંગ-૨૦ કિ.રૂ.૪૦૦- તથા મોટર સાયકલ નંગ-૧ કિ.રૂ.૫૦,૦૦૦/- તથા ધાતુના ફીલ્ટર બોઇલર બેરલ નંગ-૦૨ કી.રૂ.૪૦૦/- તથા ધાતુની પાઇપ ના ચોગઠા નંગ-૦૨ જેની કિ.રૂા.૪૦૦/- તથા ઇલેકટ્રીક મોટરો નંગ ૦૩ ની કિ.રૂ.૩૦૦૦/- તથા તથા કેબલ વાયર ૩૦ મીટર કિ.રૂ.૭૫૦ ગણી કબ્જે કરેલ તથા એક બ્લુ કલરનુ પાવરજેન કંપનીનુ ૮એચ.પી.નુ જનરેટર જેની કિ.રૂ. ૫૦,૦૦૦/- તથા પ્લાસ્ટીકની પીળા કલરની નળી આશરે ૧૦૦-૧૦૦ ફુટ નળી નંગ ૦૨ કિ.રૂ.૧૦૦૦/- તથા કાળા કલરની પાણીની નળી આશરે ૧૦૦ ફુટ જેની કિ.રૂ ૦૫ લેખે કિ.રૂ.૫૦૦/- તથા લીલા કલરનો હોશ પાઇપ આશરે ૧૦૦ ફુટ ૦૫ કિ.રૂ ૫૦૦/- તથા ચુલામા હવા ફેંકવાના બ્લોવર નંગ ૦૩ હોય જેની કિ.રૂ ૪૫૦૦ - તથા જલાઉ સુકા લાકડા આશરે ૧૦૫ મણ ની એક મણની કિ.રૂ ૩૦ લેખે કુલ ૧૦૫ મણ લાકડાની કિ.રૂ ૩૧૫૦/- તથા આથાના ખાલી થયેલ પ્લાસ્ટીકનુ સીન્ટેક્સ ટાંકા નંગ ૬૭ ની કિ.રૂ ૬૭૦૦/તથા આથાના ખાલી થયેલ પ્લાસ્ટીકના બેરલ નંગ-૦૫ કિ.રૂ ૫૦૦/- મળી કુલ કિ.રૂ.૮,૭૦,૦૫૦/- નો સ્થળપર ના મુદામાલ સાથે શ્રમિક (૧) ભીખાભાઇ રવજીભાઇ ગોલતર જાતે ભરવાડ ઉવ. ૫૩ રહે.થોરખાણ તા.બાબરા ઝડપી પાડેલ છે જયારે પોલીસ ની રેઇડ દરમ્યાન અન્ય શ્રમિક (૨) ભાભલુભાઇ જીલુભાઇ ટીટોસા (૩) ગભાભાઇ લખુભાઇ બસીયા રહે.નોંધણવદર તા.બાબરા જી.અમરેલી નાસી છુટ્યા નું પોલીસ દફતરે નોંધવા માં આવ્યું છે
એસ.એમ.સી પોલીસ ના એ.એસ આઈ પરબતભાઇ વેજાભાઇ મકવાણા દ્વારા ફરિયાદ માં જણાવ્યા મુજબ દેશી દારૂ બનાવવાના આથા સહિત ની દુષિત દુર્ગંધ યુક્ત ગણાતા પદાર્થ ના નાશ માટે સ્થાનિક પોલીસની મદદ લેવામાં આવી હતી
(10:50 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
