તા. ૭ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૧ સોમવાર
News of Monday, 16th November 2026
કચ્છના લુણી ગામ પાસે બાઇક આડે ગાય આવતા ગણેશ મંદિરે જતા પિતા-પુત્રનાં કરૂણ મોત
સમૂહલગ્નના પ્રસંગમાં હાજરી આપવા જઈ રહેલા સિનુગ્રાના પિતા-પુત્રને કાળ ભરખી ગયો, આઠ વર્ષના માસૂમ પુત્ર સાથે પિતાનું પણ મોત

(વિનોદ ગાલા દ્વારા) ભુજતા.૧૬: સમગ્ર રાજ્યની જેમ કચ્છમાં પણ રખડતા ઢોર માર્ગ અકસ્માતોનું કારણ બની રહ્યા છે. અંજાર તાલુકાના સિનુગ્રા ગામના ૪૦ વર્ષીય કાનજી દેવજી માંગલિયા (મહેશ્વરી) અને તેમના આઠ વર્ષીય પુત્ર રૂદ્રનું લુણી-વડાલા માર્ગ પર સર્જાયેલા માર્ગ અકસ્માતમાં કરુણ મોત નીપજતાં પરિવાર અને સમાજમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ છે. બનાવની વિગતો મુજબ, કાનજીભાઈ તેમના પુત્ર રૂદ્ર સાથે બાઇક પર સિનુગ્રાથી લુણી ગણેશ મંદિરે સમાજના સમૂહલગ્નના કાર્યક્રમમાં હાજરી આપવા જઈ રહ્યા હતા. દરમિયાન લુણી અને વડાલા વચ્ચે અચાનક ગાય બાઇક આડે આવી જતાં બાઇકચાલકે કાબૂ ગુમાવ્યો હતો અને પિતા-પુત્ર માર્ગ પર પટકાતાં બંનેને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ બંનેને સારવાર અર્થે મુંદરાની અદાણી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે બંનેને મળત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે મળતક કાનજીભાઈના ભાઈ વિશ્રામ દેવજી મહેશ્વરીએ મુંદરા મરીન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. એક જ પરિવારના પિતા-પુત્રના અકાળે અવસાનથી સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી હતી.
(11:34 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
