<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 19th April 2026

મોરબીના રવાપર ગામે ક્રિકેટ મેચ પર સટ્ટો રમતો એક ઝડપાયો.

પોલીસે રોકડ અને મોબાઈલ સહીત ૬૨૦૦ નો મુદામાલ કબજે લીધો

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : મોરબીના રવાપર ગામે શિવ શક્તિ સોસાયટીના નાકે આઈપીએલ મેચ પર ક્રિકેટ સટ્ટો રમતા શખ્શને ઝડપી લઈને પોલીસે રોકડ અને મોબાઈલ સહીત ૬૨૦૦ નો મુદામાલ કબજે લીધો છે અન્ય એક શખ્સના મોબાઈલ નંબર ખુલતા વધુ તપાસ ચલાવી છે.

મોરબી એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન રવાપર ગામે ક્રિકેટ સટ્ટો રમાતો હોવાની બાતમી મળતા ટીમે રેડ કરી હતી શિવ શક્તિ સોસાયટીના નાકેથી આરોપી વિપુલ નરસંગ બાલાસરા (ઉ.વ.૩૦) (રહે રવાપર ગામ શિવ શક્તિ સોસાયટી વાળા)ને ક્રિકેટ સટ્ટો રમતા ઝડપી લઈને રોકડ રૂ ૧૨૦૦, અને મોબાઈલ ૫૦૦૦ સહીત કુલ રૂ ૬૨૦૦ નો મુદામાલ જપ્ત કર્યો છે અન્ય એક આરોપીના મોબાઈલ નંબર ખુલતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(11:53 PM IST)