<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 23rd July 2026

જસદણના પાંચવડા ગામ પાસે નદીકાંઠેથી સૂટકેશમાંથી કોહવાયેલ હાલતમાં લાશ મળી

જીન્‍સશર્ટ પહેરલા અજાણ્‍યા શખ્‍સના મૃતદેહને ફોરેન્‍સીક પી.એમ.માટે રાજકોટ ખસેડાયો : હત્‍યાની આશંકાએ તપાસનો ધમધમાટ : નર્મદાનું પાણી છોડાયુ હોય કોઇ અન્‍ય જગ્‍યાએ લાશ સાથેની સૂટકેશ ફેકી દેવાયાની શંકા

રાજકોટ, તા.૨૩: જસદણ તાલુકાના પાંચવડા ગામે નદી કાંઠે એક બંધ સૂટકેસમાંથી કોહવાયેલી હાલતમાં અજાણ્‍યા શખ્‍સનો મળતદેહ મળી આવતાં ચકચાર મચી છે. પોલીસે હત્‍યાની આશંકાએ તપાસને ધમધમાટ શરૂ કર્યો છે.

 મળતી વિગતો મુજબ આટકોટના પાંચવડા ગામે નદીના કાંઠે એક બિનવારસી બંધ સૂટકેસ પડેલી જણાતા શંકા જતાં પોલીસને જાણ કરી હતી.  આટકોટ પોલીસ ટીમ ઘટનાસ્‍થળે દોડી ગઈ હતી. પોલીસની હાજરીમાં સૂટકેસ ખોલતા અંદરથી અત્‍યંત કોહવાયેલી અને માત્ર હાડપિંજર/માનવ કંકાલ જેવી હાલતમાં લાશ મળી આવી હતી. મળતકે જીન્‍સનું પેન્‍ટ અને શર્ટ પહેર્યું હતું. પ્રાથમિક દૃષ્ટિએ કોઈએ હત્‍યા કરી પુરાવાનો નાશ કરવા લાશને સૂટકેસમાં પેક કરીને ફેંકી દીધી હોવાની શંકા સેવાઈ રહી છે. 

બનાવના પગલે આટકોટ પોલીસ ઉપરાંત રાજકોટ ગ્રામ્‍ય LCB અને SOG સહિતની ઉચ્‍ચ પોલીસ અધિકારીઓની ટીમો પણ ઘટનાસ્‍થળે પહોંચી હતી.  પોલીસે બારીક નિરીક્ષણ કરી મળતદેહને ફોરેન્‍સિક પીએમ માટે  રાજકોટ ખસેડવાની તજવીજ હાથ ધરી છે. 

મળતક કોણ છે, હત્‍યા કયાં અને કયા કારણોસર થઈ અને મળતદેહને કોણે અહીં ફેંકયું તે દિશામાં અલગ-અલગ ટીમો તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્‍યો છે. તાજેતરમાં નર્મદાનું પાણી છોડયુ હોય કોઇ અન્‍ય જગ્‍યાએ લાશ સાથેની સૂટકેશ ફેકી દેવાતા તણાઇને પાંચવડા ગામ પાસે આવી હોવાનું પોલીસનું પ્રાથમિક તારણ છે. રૂરલ પોલીસે મૃતકના ઓળખ મેળવવા અને મોતના કારણ અંગે તપાસ શરૂ કરી છે. 

(2:10 PM IST)