તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 3rd June 2026
મહુવા તાલુકાના છાપરી ગામે પાંચ વર્ષિય બાળકીને દિપડાએ ફાડી ખાધી
વાડીએ ગુંદાના ઝાડ નીચે રમતી રમતી પાણી પીવા માટે ગયેલ ત્યારે દિપડાએ તેની ઉપર હુમલો કર્યો

મહુવા (રહીમ વસાયા): મહુવા તાલુકાના છાપરી ગામે આજરોજ સાંજના સમયે વાડી એ કામ કરતા ઓધાભાઈ ધીરૂભાઇ ગોહિલની પાંચ વર્ષિય દીકરી દિવ્યા તેમની વાડીએ ગુંદાના ઝાડ નીચે રમતી રમતી પાણી પીવા માટે ગયેલ ત્યારે દિપડાએ તેની ઉપર હુમલો કરેલ.
બાળકી પાણી પીને પરત ન ફરતા તેના પિતા ઓધાભાઈ એ તપાસ કરતાં વાડીમાં થોડે દુર લોહીથી લથપથ હાલતમાં દીકરી મળી આવેલ.
ત્યારબાદ મહુવા જનરલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવેલ ત્યારે દિવ્યા ઓધાભાઈ ગોહિલ (ઉંમર વર્ષ પાંચ)ને ફરજ પરનાં તબિબોએ મૃત જાહેર કરતા ભારે અને અરેરાટી પ્રસરી ગઈ છે
(1:28 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
