તા. ૧૧ ફેબ્રુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ મહાસુદ – ૧૪ મંગળવાર
News of Monday, 27th April 2026
ઉના પંથકમાં સિંહે ચાર વર્ષની બાળકીને ફાડી ખાધી :ડમાસા ગામમાં વાડીમાં માતાની નજર સામે જ બાળકીને ઉઠાવી ગયો
સિંહ માસૂમને થોડે દૂર લઈ જઈ શિકાર બનાવી :એક કલાક બાદ વન વિભાગ પહોંચતા ગ્રામજનોમાં ભારે આક્રોશ

ગીરના પ્રવેશદ્વાર ગણાતા ગીરસોમનાથ જિલ્લાના ઉના તાલુકાના ડમાસા ગામમાં એક એવી હૃદયદ્રાવક ઘટના બની છે, જેણે સમગ્ર પંથકને હચમચાવી દીધો છે. એક વનરાજ એટલે કે સિંહે રાત્રિના સમયે વાડી વિસ્તારમાં સૂતેલી 4 વર્ષની માસૂમ બાળકીને પોતાની શિકાર બનાવી છે.
ઘટનાની કરુણતા એ છે કે, જ્યારે સિંહ બાળકી પર ત્રાટક્યો ત્યારે તેની માતા ત્યાં જ હાજર હતી. માતાની નજર સામે જ સિંહ બાળકીને જડબામાં દબાવીને અંધારામાં જતો રહ્યો હતો. માતાએ બૂમરાણ મચાવી હતી, પરંતુ વનરાજ સામે લાચાર માતા કશું જ કરી શકી નહોતી. સિંહ બાળકીને વાડીમાંથી ઉઠાવી થોડે દૂર લઈ ગયો હતો, જ્યાં તેણે 4 વર્ષની આ માસૂમ જીવને ફાડી ખાધી હતી.
આ ઘટના બાદ ગ્રામજનોમાં વન વિભાગ પ્રત્યે ભારે રોષ જોવા મળ્યો હતો. સ્થાનિકોનો આક્ષેપ છે કે ઘટનાની જાણ કર્યાના એક કલાક બાદ વન વિભાગની ટીમ સ્થળ પર પહોંચી હતી. જો તંત્ર વહેલું જાગ્યું હોત, તો કદાચ બાળકીનો જીવ બચી શક્યો હોત. વન્યજીવોના વધતા જતા રહેણાંક વિસ્તારોમાં પ્રવેશને કારણે માનવ-વન્યજીવ સંઘર્ષની ઘટનાઓ સતત વધી રહી છે. હાલ વન વિભાગે સિંહને પાંજરે પૂરવા માટે તજવીજ હાથ ધરી છે, પરંતુ ડમાસા ગામમાં અત્યારે માત્ર માતમ અને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
(11:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
