<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th July 2026

મોરબીના રામ ચોક ખાતે રવિવારે ફ્રી રોપા વિતરણ કાર્યક્રમ યોજાશે.

મયુર નેચર ક્લબ, વન વિભાગ અને મોરબી અપડેટના સંયુક્ત ઉપક્રમે આયોજન: વહેલા તે પહેલાના ધોરણે અપાશે રોપા

( પ્રવિણ વ્યાસ દ્વારા )  મોરબીમાં પર્યાવરણની જાળવણી અને હરિયાળી વધારવાના ઉમદા હેતુ સાથે નિઃશુલ્ક રોપા વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. મયુર નેચર ક્લબ - મોરબી, વન વિભાગ - મોરબી અને મોરબી અપડેટના સંયુક્ત સહયોગથી આગામી તારીખ 19-07-2026 ને રવિવારના રોજ સવારે 9:00 કલાકે આ વિતરણ શરૂ કરવામાં આવશે.
   આ રોપા વિતરણ કાર્યક્રમ શનાળા રોડ પર આવેલા રામ ચોક, કબીબી બેકરી પાસે, સંદેશ ઓફિસની નીચે રાખવામાં આવ્યો છે. આ કાર્યક્રમ અંતર્ગત પર્યાવરણ અને ઘરઆંગણે ઉપયોગી એવા વિવિધ પ્રકારના વૃક્ષો જેવા કે સીતાફળ, જાંબુડા, આમળા, કરંજ, સવન, સરગવો, લીમડો, વડ, પેલ્ટાફોમ, ગોરસ આંબલી અને ખાટી આંબલી સહિતના જુદા-જુદા રોપાઓનું વિતરણ કરવામાં આવશે.
  આયોજક સંસ્થાઓ દ્વારા જણાવવામાં આવ્યું છે કે રોપાનું વિતરણ 'વહેલા તે પહેલાના ધોરણે' કરવામાં આવશે. આ સાથે જ વધુમાં વધુ લોકો આ અભિયાનનો લાભ લઈ શકે તે માટે એક વ્યક્તિને માત્ર 1 જ રોપો આપવામાં આવશે. મોરબીના તમામ નાગરિકોને આ પર્યાવરણીય કાર્યમાં સહભાગી બનવા અને સમયસર પહોંચીને લાભ લેવા અપીલ કરવામાં આવી છે.

(10:32 PM IST)