તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 29th April 2026
જામનગરમાં ઓશવાળ વેલફેર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ફ્રી ત્રિદિવસીય ફિઝીયોથેરાપી કેમ્પ યોજાશે
આગામી તા.4થી 6 દરમિયાન યોજાનાર કેમ્પમાં દરેક જાતનો ગરદનનો દુ:ખાવો, ઘુંટણનો દુઃખાવો (ગોઠણનો દુઃખાવો), ખંભાનો દુઃખાવો સહિતના દર્દીઓને ફિઝીયોથેરાપીસ્ટ ડો. નીરાલી કારીયા પોતાની સેવા આપશે

જામનગરમાં ઓશવાળ વેલફેર ચેરીટેબલ ટ્રસ્ટ, જુની જેલ સામે, પવનચક્કી રોડ, સીનીયર સીટીઝન તેમજ જરૂરીયાતવાળા દર્દીઓ માટે ફ્રી ત્રિદિવસીય કેમ્પનું આયોજન તા.૦૪/૦૫/૨૦૨૬ થી તા.૦૬/૦૫/૨૦૨૬ સુધી કુલ દિવસ-૩ સાંજે ૪ થી ૭કેમ્પનું આયોજન કરેલ છે.
આ કેમ્પમાં, દરેક જાતનો ગરદનનો દુ:ખાવો, ઘુંટણનો દુઃખાવો (ગોઠણનો દુઃખાવો), ખંભાનો દુઃખાવો, લકવો (પેરાલીસીસ) કમરનો દુ:ખાવો (ગાદી ખસીજવી, નસ દબાવી, મોઢાનો લકવો, લિગામેન્ટ ઇન્જરી, સાંધાના ઓપરેશન પછીની કસરતો, સાયટીકા, સંધિવા / વા, રમત-ગમત થી થતી ઈજાઓ, દરેક જાતના ફેકચર પછીની કસરતો.
આ કેમ્પમા જાણીતા ફિઝીયોથેરાપીસ્ટ ડો. નીરાલી કારીયા પોતાની સેવા આપશે આ કેમ્પમાં આવનાર દર્દીઓ વહેલા તે પહેલાના ધોરણે લેવામાં આવશે દર્દીઓ એ જુના કેસ પેપર ફાઇલ સાથે લાવવાની રહેશે આ ત્રિદિવસીય કેમ્પ નો લાભ લેવા પ્રોજેક્ટ ચેરમેન શ્રી વિઠ્ઠલભાઈ ધોળકીયા અને ઓશવાળ વેલફેર ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટીશ્રી કિર્તીભાઈ દોઢીયા એ જાહેર જનતાએ લાભ લેવા અનુરોધ કરેલ છે.
(10:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
