News of Tuesday, 17th November 2026
ભગવાનબાપાની પૂર્ણ કદની પ્રતિમાનું થશે અનાવરણ
રાજ્યપાલના બે દિવસીય પ્રવાસને લઈને સમૂહખેતી ગામમાં ઉત્સવ જેવો માહોલ ‘ભગવાનબાપાના વિચારો અને ગોવિંદબાપાના યોગદાનને વંદનઃ સમૂહખેતી ગામમાં ‘ગોવિંદ સરોવર'નું ભૂમિપૂજન ભગવાનબાપાના પૌત્ર અને સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાલાના વતનના ગામમાં ઉત્સવ જેવો માહોલ

(ઇકબાલ ગોરી- અરવિંદ નિર્મળ- જગદીશ ઝાંખરા દ્વારા) સાવરકુંડલા- અમરેલી- રાજુલા તા.૧૭: રાજુલા તાલુકાનું સમૂહખેતી ગામ આગામી ૧૭ અને ૧૮ના રોજ એક ઐતિહાસિક અને ગૌરવપૂર્ણ પ્રસંગનું સાક્ષી બનવા જઈ રહ્યું છે. સમૂહખેતીના વિચારબીજ વાવનાર, ખેડૂત હિતના પ્રખર હિમાયતી અને પૂર્વ ધારાસભ્ય સ્વ. ભગવાનબાપા કસવાલા દ્વારા નિર્મિત આ ગામની પવિત્ર ધરતી પર રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી બે દિવસીય પ્રવાસે પધારશે.
અહીં ‘પ્રાકળતિક ખેતી સંવાદ' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રાકળતિક ખેતીના પ્રચાર-પ્રસાર, ખેડૂતોના અનુભવો અને ખેતીના ભવિષ્ય અંગે વિચારવિમર્શ આ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ રહેશે.
સમૂહખેતી ગામ માટે આ પ્રવાસ માત્ર એક સરકારી કાર્યક્રમ નહીં, પરંતુ ગામના ઇતિહાસ, ગૌરવ અને કળષિ સંસ્કળતિ સાથે જોડાયેલો ઉત્સવ સમાન અવસર બની રહ્યો છે. રાજ્યપાલશ્રીના આગમનને લઈને સમગ્ર ગામમાં ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે.
સમૂહખેતીના પ્રણેતા અને પૂર્વ ધારાસભ્ય સ્વ. ભગવાનબાપા કસવાલાએ ખેડૂત સમાજના હિત, સામૂહિક વિકાસ અને ગ્રામ્ય સ્વાવલંબનના ઉમદા વિચાર સાથે સમૂહખેતી ગામનું નિર્માણ કર્યું હતું. તેમના આજીવન યોગદાન અને પ્રેરણાદાયી સ્મળતિને કાયમી અંજલિ અર્પવાના હેતુથી રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના હસ્તે સમૂહખેતી પ્રાથમિક શાળા સામે સ્થાપિત ભગવાનબાપાની પૂર્ણ કદની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવશે.
સમૂહખેતી ગામના નિર્માણ અને વિકાસમાં મહત્વપૂર્ણ સહયોગ આપનાર સ્વ. ગોવિંદબાપા પરસાણાના સ્મરણાર્થે ‘ગોવિંદ સરોવર'નું ભૂમિપૂજન પણ રાજ્યપાલશ્રીના હસ્તે કરવામાં આવશે. આ જળસંચયનું કાર્ય ગામની સ્મળતિ, જળસંરક્ષણ અને ભાવિ પેઢીઓના હિત સાથે જોડાયેલું એક મહત્વપૂર્ણ પગલું બની રહેશે.
પ્રાકળતિક ખેતી કરતા ખેડૂતો સાથે સીધો સંવાદ
આ કાર્યક્રમમાં પ્રાકળતિક ખેતી અપનાવી રહેલા પ્રગતિશીલ ખેડૂતો પોતાના અનુભવો, સફળતાની વાતો અને પ્રાકળતિક ખેતીથી થયેલા લાભો અંગે પ્રતિભાવ રજૂ કરશે. રાજ્યપાલશ્રી ખેડૂતો સાથે સીધો સંવાદ કરી પ્રાકળતિક ખેતીના વ્યાપક અમલીકરણ અંગે માર્ગદર્શન અને પ્રેરણા આપશે.
આ ઉપરાંત ગામમાં વળક્ષારોપણ, ખેત તલાવડી, ગૌશાળાની મુલાકાત, ગૌપૂજન, સ્વચ્છતા અભિયાન તથા પ્રગતિશીલ ખેડૂતોના મોડેલ ફાર્મની મુલાકાત સહિતના કાર્યક્રમો પણ યોજાશે.
જનપ્રતિનિધિઓની વિશેષ ઉપસ્થિતિ
આ બે દિવસીય કાર્યક્રમમાં રાજ્યના મંત્રીઓ જીતુભાઈ વાઘાણી, કૌશિકભાઈ વેકરિયા, ધારાસભ્યઓ હીરાભાઈ સોલંકી, મહેશ કસવાલા, જે.વી. કાકડિયા, જનકભાઈ તળાવીયા તથા જિલ્લા પંચાયતનાં અધ્યક્ષાશ્રીમતી દક્ષાબેન ચોડવડિયા સહિતના મહાનુભાવો વિશેષ ઉપસ્થિત રહેશે.
ઉલ્લેખનીય છે કે સ્વ. ભગવાનબાપા કસવાલાના પૌત્ર અને સાવરકુંડલા-લીલીયાના ધારાસભ્ય મહેશ કસવાલાનું પણ આ સમૂહખેતી ગામ વતન છે. તેમના માટે આ પ્રસંગ દાદાશ્રીના વિચારો, સંકલ્પો અને ખેડૂત કલ્યાણના વારસાને નવી પેઢી સુધી પહોંચાડવાની ભાવનાત્મક અને ગૌરવપૂર્ણ ક્ષણ બની રહેશે.
સમૂહખેતીના પાયામાં રહેલો સામૂહિક વિકાસનો વિચાર અને પ્રાકળતિક ખેતી દ્વારા ધરતી, પર્યાવરણ તથા ખેડૂતના કલ્યાણની ભાવના એકસાથે સાકાર થાય તેવા ઉમદા હેતુ સાથે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે
(12:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
