તા. ૭ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૧ સોમવાર
News of Monday, 16th November 2026
મોટીપાનેલીમાં હડકાયા ખુંટીયાએ લોહાણા વેપારીને હડફેટે લેતા મૃત્યુ
ખૂંટિયાની દહેશતથી ગ્રામજનોમાં ભયનો માહોલ લોહાણા સમાજે જલારામ જયંતિના તમામ કાર્યક્રમો તાત્કાલિક રદ કર્યા

(અતુલ ચગ દ્વારા) મોટી પાનેલી તા. ૧૬ :.. ઉપલેટા તાલુકાના મોટી પાનેલીમાં આજરોજ વહેલી સવારે એક દર્દનાક ઘટના સામે આવી હતી ઘટનાના સંદર્ભે ગ્રામજનોમાં પણ ભયનો માહોલ સર્જાતા લોકોમાં ડર પેસી જતા લોકો ઘરમાં પુરાઈ રહ્યા જેવી પરિસ્થિતિ સર્જાયેલ હતી મોટી પાનેલી જેવા મોટા ગામમાં ખુંટીયાઓ નો ભયંકર ત્રાસ છે ગામની મુખ્ય બજારોમાં કે શેરી ગલીમાં જ્યાં ત્યાં ખુંટીયાઓ અવાર નવાર કફર્યુ જેવું વાતાવરણ ઉભું કરી ઘણાને ઢીંકે ચડાવે છે જેને લઈને અવાર નવાર નિર્દોસ લોકોને દવાખાનાના ધકા ખાવા પડે છે અવાર નવાર દુકાનદારો ના કે લારી વાળાઓ ને ખુંટીયા ના ત્રાસ થી નુકસાન સહન કરવું પડે છે તેમછતાં તંત્ર આંખ આડા કાન કરીને બેઠું રહે છે એક ખૂંટીયો હડકાયો થતા કોઠા પાસે દેવ દર્શને જતા એક લોહાણા બુઝૂર્ગ વેપારી વ્રજલાલ મોહનલાલ નથવાણી ઉમર ૭૬ વર્ષને ઢીંકે ચડાવી ભયંકર રીતે બે ત્રણ વાર પછાડી દીધા હતા સ્થાનિકોએ વચ્ચે પડી બુઝૂર્ગ ને એક તરફ ઘસળી તાત્કાલિક સારવાર અર્થે ઉપલેટા મોકલી આપ્યા હતા બાદમાં રાજકોટ હોસ્પિટલમાં રીફર કર્યા પરંતુ બુઝર્ગને ખૂંટિયાની ઢીક જીવલેણ નીકળી હતી બુઝૂર્ગ લોહાણા વેપારીનો જીવના બચી શકતા પરિવારમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગયેલ સાથેજ લોહાણા સમાજ દ્વારા જલારામ બાપાની જયંતિ નિમિતે રાખેલા કાર્યક્રમ સમૂહ ભોજન પ્રસાદ સહીતના રદ કરવામાં આવેલ છે. સાથેજ તંત્ર ઘટના બાદ પંચાયતને બનાવની જાણ થતા ગ્રામજનોને ચેતવણી માટે ગામમાં હડકાયા ખૂંટિયા થી ચેતવા માઈક દ્વારા જાણ કરવામાં આવેલ.
(1:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
