News of Wednesday, 22nd April 2026
જેતપુરમાં મેળામાંથી સોનાના બે ચેઇનની ઉઠાંતરી કરનાર ૪ મહિલા સહિતની ટોળકી પકડાઇ
ચોરાઉ ચેઇન રાખનાર રાજકોટના સોની આશિષ જોષીની ધરપકડઃ રૂરલ એલસીબી તથા ઉદ્યોગનગર પોલીસે ભેદ ઉકેલ્યો

તસ્વીરમાં પકડાયેલ ટોળકી નજરે પડે છે. (તસ્વીરઃ કેતન ઓઝા, જેતપુર)
(કેતન ઓઝા દ્વારા) જેતપુર તા.૨૨: જેતપુરમાં રામાપીરના મંદિરમાં યોજાયેલ મેળામાંથી બે સોનાના ચેઇનની ઉઠાંતરી કરનાર ૪ મહિલા સહિતની ટોળકીને રૂરલ એલસીબી તથા ઉદ્યોગનગર પોલીસે ઝડપી લીધી હતી. રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જર દ્વારા મિલ્કત સંબંધી ગુનાઓ આચરનાર ઇસમોને પકડી પાડવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે જેતપુર ડીવીઝન, જેતપુરના નાયબ પોલીસ અધિક્ષક રોહીતસિંહ ડોડીયાના માર્ગદર્શન હેઠળ રૂરલ એલસીબી તથા ઉદ્યોગનગર પોલીસે બળદેવધાર વિસ્તારમાં રામાપીરના મંદિરમાં બે જોડીયા સ્તંભ ઉભા કરવાના મેળામાંથી ગીરદીનો લાભ બે મહિલાના સોનાના ચેઇન ચોરીના બનાવમાં આસપાસના સીસીટીવી ફુટેજ તેમજ મેળામાં કરેલ વીડીયોગ્રાફીની બારીકાઇથી તપાસ કરી સોનાના ચેઇનની ચોરી કરનાર આરોપી (૧) દીનેશ ઉર્ફે દીલો સામતભાઇ સોલંકી, રહે. વિઝીંવડ, દેવીપુજક વાસ, તા.ગોંડલ, (૨) રમેશ ઉર્ફે જેરામ બાબુભાઇ ચુડાસમા, રહે. માલીયાસણ ગામ, ઝુંપડપટ્ટી વિસ્તાર, (૩) દૈયાબેન વા/ઓ રમેશભાઇ ઉર્ફે જેરામ બાબુભાઇ ચુડાસમા, રહે. માલીયાસણ, ઝુંપડપટ્ટી, રાજકોટ, (૪) શાંતીબેન વા/ઓ કિશોરભાઇ સોલંકી, રહે. ખાપટ વિસ્તાર ઝુંપડપટ્ટી, પોરબંદર, (૫) વિજયાબેન ઉર્ફે વિજુબેન વા/ઓ દીનેશભાઇ સોલંકી, રહે. વિઝીંવડ, દેવીપુજક વાસ, તા.ગોંડલ તથા (૬) કિરણબેન જયભાઇ સોલંકી, ધંધો-મજુરી, રહે. વિઝીંવડ, દેવીપુજક વાસ, તા.ગોંડલને ઝડપી લીધા હતા. આ ટોળકીએ ચોરાઉ સોનાના ચેઇન આશિષભાઇ જીતેન્દ્રભાઇ જોષી, રહે. એ/૩૦૨, અવધ રેસીડેન્સી, જામનગર રોડ, રાજકોટને વેંચી નાંખ્યાની કબુલાત આપતા તેની પણ ધરપકડ કરાઇ હતી. પોલીસે ગુન્હામાં વપરાયેલ ઇકો કાર નંબર જીજે૧૪ એપી ૮૦૩૪ કિ.રૂ. ૩,૦૦,૦૦૦/- ઓટો રીક્ષા નંબર જીજે ૦૩ સીટી ૭૪૪૦ કિ.રૂ. ૭૦,૦૦૦/-, બ્લેડ નંગ-૪, (૪) રોકડા રૂપીયા ૨૫,૫૦૦/- તથા સોનાનો ઢાળીયો વજન ૧૬.૮૫૦ ગ્રામ કિ.રૂ. ૨,૦૦,૦૦૦/- મળી કુલ મુદ્દામાલ કિ.રૂ. ૫,૯૫,૫૦૦/- કબ્જે કર્યો હતો.આ કાર્યવાહી પોલીસ ઇન્સપેક્ટર વી.વી.ઓડેદરા, એલ.સી.બી., રાજકોટ ગ્રામ્ય તથા એલ.સી.બી. ટીમ ઉદ્યોગનગર પોલીસ ઇન્સપેક્ટર એસ.એચ.શર્મા, પોલીસ સબ ઇન્સપેક્ટર કે.બી.ગઢવી, પો.હેડ.કોન્સ. નીલેશભાઇ મકવાણા, અજયભાઇ રાઠોડ, રાજુભાઇ સાંબળા, હિતેષભાઇ વરૂ, વાસુદેવસિંહ જાડેજા, ખીમજીભાઇ હુણ તથા પો.કોન્સ. ચેતનભાઇ ઠાકોર સહિતનો સ્ટાફ જોડાયો હતો
(1:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
