<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 10th September 2026

સોમનાથમાં શ્રાવણ માસના છેલ્લા દિવસે ભવ્‍ય દાંડીયા રાસ હરીફાઈ યોજાશે

જાણીતા કલાકાર ભીખુભાઈ અખીયા શિવા બીટસનો સથવારો સોમનાથ પરીસર ચોપાટીમાં ભવ્‍ય કાર્યક્રમ અનેક ઈનામો અપાશે

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ તા.૧૦: વિશ્વ પ્રસીધ્‍ધ સોમનાથ મહાદેવ મંદિરે શ્રાવણ માસમાં અનેક ભવ્‍ય કાર્યક્રમો યોજાયેલ હતા. શુક્રવારે શ્રાવણ માસના છેલ્લા દિવસે ભવ્‍ય દાંડીયા રાસ, તાલીરાસ હરીફાઈનું આયોજન કરાયેલ છે. જેમાં સુપ્રસીધ્‍ધ કલાકાર ભીખુભાઈ અખીયા શિવા બીટસની ટીમ દ્વારા ખેલૈયાઓને મોજ કરાવશે. સોમનાથ પરીષર ચોપાટી ગ્રાઉન્‍ડમાં તા. ૧૧ ના રોજ સાંજે ૬ વાગ્‍યે સોમનાથ ટ્રસ્‍ટ ના સંપુર્ણ સહકારથી ગીર સોમનાથ મીડીયા સેન્‍ટર ડી.કે.ગ્રુપ દીપક કકકડ તેમજ મીલનભાઈ જોષી, રામભાઈ સોલંકી, વિપુલભાઈ રાજા, પ્રવિણભાઈ ચૌહાણ,જેસલભાઈ ભરડા દ્વારા ભવ્‍ય દાંડીયારાસ, તાલી રાસની હરીફાઈ યોજાશે જેમાં સૌરાષ્‍ટ્ર ભરના ખેલૈયાઓ ભાગ લઈ શકશે આ હરીફાઈ માં નાના બાળકો, પરણીત, અપરણીત ભાઈઓ બહેનો તેમજ સીનીયર સીટીઝન માટે પણ ભવ્‍ય આયોજન કરાયેલ છે. દર વર્ષે નવરાત્રી પહેલા સોમનાથ દાદામાં પાર્વતીજીના આંગણે ભવ્‍ય વેલકમ નવરાત્રીનું આયોજન થાય છે તેમાં લોકપ્રિય કલાકાર ભીખુભાઈ અખીયા તેમજ શિવા બીટસની ટીમ ખેલૈયાઓને મોજ કરાવશે આ હરીફાઈ ભાગ લેવા માંગતા ખેલૈયાઓને સાંજે ૫ વાગ્‍યે ઉપસ્‍થિત રહેવા એક યાદીમાં જણાવેલ છે.

(1:28 PM IST)