તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 8th November 2026
ગઢડાના સુપ્રસિદ્ધ સ્વામિનારાયણ ગોપીનાથજી મંદિરમાં 11 હજાર દીવડાઓ પ્રગટાવી ભવ્ય દીપોત્સવ ઉજવાયો
દીવડાઓની ઝગમગતી રોશની અને દિવ્ય પ્રકાશથી સમગ્ર મંદિર પરિસર ઝળહળી ઊઠ્યું :ભક્તિમય માહોલ વચ્ચે હરિભક્તોએ ભગવાન ગોપીનાથજી મહારાજનાં દર્શન કરીને ધન્યતા અનુભવી

બોટાદ જિલ્લાના ગઢડા સ્થિત સુપ્રસિદ્ધ સ્વામિનારાયણ ગોપીનાથજી મંદિરે ભવ્ય અને દિવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પવિત્ર અવસરે મંદિર પરિસરને રોશની અને હજારો દીવાઓથી શણગારવામાં આવ્યું હતું, જેણે સૌનું મન મોહી લીધું હતું.
દિવાળીના પર્વની વિશેષ ઉજવણીના ભાગરૂપે મંદિર પરિસરમાં 11 હજાર જેટલા દીવડાઓ પ્રગટાવવામાં આવ્યા હતા. હજારો દીવડાઓની ઝગમગતી રોશની અને દિવ્ય પ્રકાશથી સમગ્ર મંદિર પરિસર ઝળહળી ઊઠ્યું હતું. આ અદભુત નજારો જોવા માટે મોટી સંખ્યામાં હરિભક્તો અને શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા.
દીવાઓની આ અલૌકિક રોશનીએ મંદિરની ભવ્યતા અને સુંદરતામાં ચાર ચાંદ લગાવી દીધા હતા. ચારેય તરફ ફેલાયેલા દીવાઓના પ્રકાશ અને ભક્તિમય માહોલ વચ્ચે હરિભક્તોએ ભગવાન ગોપીનાથજી મહારાજનાં દર્શન કરીને ધન્યતા અનુભવી હતી અને નૂતન વર્ષના પ્રારંભે સુખ-શાંતિ માટે પ્રાર્થના કરી હતી.
(11:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
