તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 26th June 2026
પૂર્વ કચ્છ પોલીસ દ્વારા નશા મુક્ત ભારત અભિયાન અંતર્ગત ગાંધીધામમાં ભવ્ય વોકેથોન : કેફી પદાર્થના દુરુપયોગ અને ગેરકાયદે હેરાફેરી વિરુદ્ધ લોકોમાં જનજાગૃતિ ફેલાવવા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા
બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડિયા અને પૂર્વ કચ્છ એસપી સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ મોટી સંખ્યામાં પોલીસ જવાનો સહભાગી, 'કેફી પદાર્થના દુરુપયોગ અને ગેરકાયદેસર હેરાફેરી વિરુદ્ધ દિવસ'ની ઉજવણીનો ભાગ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૬ : હાલ કેફી પદાર્થ અને નશાયુક્ત પદાર્થોના ઉપયોગ અને હેરાફેરીના બનાવો વધી રહ્યા છે ત્યારે આ દૂષણને રોકવા માટે પૂર્વ કચ્છ પોલીસ દ્વારા જનજાગૃતિ અભિયાન તેજ કરવામાં આવ્યું છે. બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડિયા અને પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ પૂર્વ કચ્છ પોલીસ વિભાગ દ્વારા નશા મુક્ત ભારત અભિયાન NMBA અંતર્ગત કેફી પદાર્થના દુરુપયોગ અને ગેરકાયદેસર હેરાફેરી વિરુદ્ધ દિવસની ઉજવણીના ભાગરૂપે જનજાગૃતિ ફેલાવવા આજે તા. 26/06/2026ના રોજ સવારે 07:00 વાગ્યાથી વોકેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ વોકેથોન પોલીસ અધિક્ષક ગાંધીધામની કચેરીથી શરૂ કરવામાં આવી હતી. જેમાં પૂર્વ કચ્છના પોલીસ ઇન્સ્પેક્ટર જે એસ ગજેરા, પીએસઆઈ જે જી રાજ, પીએસઆઈ ડીજે પ્રજાપતિ, પીએસઆઈ ડી સી ગોહિલ, પીએસઆઈ પી એન જામ સહિત ગાંધીધામના પોલીસ અધિકારીઓ તથા મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ જોડાયા હતા.
વોકેથોન દરમિયાન પોલીસ જવાનોએ નશાના દૂષણથી થતા નુકસાન અંગે સૂત્રોચ્ચાર કર્યા હતા અને લોકોને વ્યસનમુક્તિ માટે અપીલ કરી હતી. યુવાનોને ડ્રગ્સની લતથી દૂર રહેવા અને સમાજને નશામુક્ત બનાવવામાં સહયોગ આપવા આહ્વાન કરવામાં આવ્યું હતું. પૂર્વ કચ્છ પોલીસ દ્વારા આગામી દિવસોમાં પણ શાળા કોલેજોમાં જાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવશે.(તસવીર: મુકેશ રાજગોર-રાપર)
(3:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
