<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th April 2026

જામનગરમાં પરશુરામ જન્મોત્સવ નિમિત્તે બ્રહ્મદેવ સમાજનો ભવ્ય મહોત્સવ, મહાયજ્ઞથી મહારાસ સુધીના કાર્યક્રમો યોજાશે

કાલે 18 એપ્રિલે સર્વોદય સોસાયટી ખાતે બપોરે 3 વાગ્યાથી ઉજવણી : પૂનમબેન માડમ-રિવાબા જાડેજા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે; રજીસ્ટ્રેશન ફરજિયાત

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર, તા.૧૭ : બ્રહ્મદેવ સમાજ જામનગર ટીમ દ્વારા આયોજિત ભગવાન શ્રી પરશુરામ જન્મોત્સવ નિમિત્તે તારીખ 18-04-2026 ને શનિવારના રોજ પૂર્વ સંધ્યાએ દિવ્ય અને ભવ્ય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ પવિત્ર અને મંગલમય અવસરે સૌને સહપરિવાર પધારવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. કાર્યક્રમનો પ્રારંભ બપોરે 3:00 કલાકે મહાયજ્ઞથી થશે. યજ્ઞની પૂર્ણાહુતિ પછી મહાઆરતી, ત્યારબાદ સમૂહ પ્રસાદ અને અંતે મહારાસનો કાર્યક્રમ યોજાશે. 

આ મહોત્સવમાં મુખ્ય અતિથિ વિશેષ તરીકે સાંસદ પૂનમબેન માડમ, શિક્ષણ મંત્રી અને ધારાસભ્ય રિવાબા જાડેજા, ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી અને શહેર અધ્યક્ષ બીનાબેન કોઠારી ઉપસ્થિત રહેશે. કાર્યક્રમના નિમંત્રક તરીકે રાષ્ટ્રીય મહાસચિવ મિલનભાઈ શુક્લ, પ્રદેશ કારોબારી હંસાબેન ત્રિવેદી, પ્રદેશ કારોબારી વિરેનભાઈ ભટ્ટ, શહેર મહિલા પ્રમુખ ઈલાબેન જોષી, પ્રદેશ કારોબારી કશ્યપભાઈ ઠાકર અને શહેર પ્રમુખ કપિલભાઈ નાકર સેવા આપી રહ્યા છે.

શહેર મંત્રી હાર્દિકભાઈ, શહેર મંત્રી મેહુલભાઈ મહેતા, શહેર ઉપપ્રમુખ જીગ્નેશભાઈ લવા, શહેર ઉપપ્રમુખ દિપકભાઈ દવે, શહેર મહામંત્રી નિલેશભાઈ પંડ્યા, શહેર મહામંત્રી કમલેશભાઈ પંડ્યા, યુવા પ્રમુખ કરણ દવે અને જીલ્લા યુવા પ્રમુખ મિતેષભાઈ મહેતા સહિતની આયોજક ટીમ સાથે બ્રહ્મદેવ સમાજ જામનગર શહેર મહિલા ટીમ અને જામનગર જિલ્લા મહિલા હોદ્દેદાર ટીમ પણ જહેમત ઉઠાવી રહી છે. મહાપ્રસાદના દાતા તરીકે સ્વામિનારાયણ ટ્રાન્સપોર્ટના શ્રી ભીખુભા વાઢેર સહયોગ આપી રહ્યા છે.

 

આ કાર્યક્રમ સર્વોદય સોસાયટી, કોમન પાર્ટી પ્લોટ, મીનાક્ષી સ્કૂલની પાછળ, બરડાઈ બ્રાહ્મણ વાડીની સામેની ગલી, જનતા ફાટક પાસે, જામનગર ખાતે યોજાશે. કાર્યક્રમમાં જોડાવા માટે રજીસ્ટ્રેશન ફરજિયાત રાખવામાં આવ્યું છે. વધુ માહિતી માટે 9913636336 અથવા 9737464627 પર સંપર્ક કરવા મીડિયા કન્વીનર સચિન ભાઈ જોશીએ જણાવ્યું છે.

(11:21 AM IST)