તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 29th July 2026
જૂનાગઢમાં ગાય માતાને ‘રાષ્ટ્રમાતા'નો દરજજો આપવાની માંગે ભવ્ય ગૌ સેવા રેલીઃ કલેક્ટરને આવેદન
ગૌ સેવા-ગૌ સુરક્ષા-ગૌ સન્માન અભિયાન અંતર્ગત હજારો ગૌભક્તો ઉમટયા, દેશવ્યાપી ગૌ નીતિ અને ગૌશાળાઓ માટે વધુ સહાયની માંગ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.૨૯ ગાય માતાને ‘રાષ્ટ્રમાતા' નો દરજો આપવાની મુખ્ય માંગ સાથે જૂનાગઢ શહેરમાં આજે ગૌ સેવા-ગૌ સુરક્ષા-ગૌ સન્માન અભિયાન અંતર્ગત વિશાળ જનજાગળતિ રેલી યોજાઈ હતી.
સંતો-મહંતો,ગૌભક્તો, ગૌશાળા સંચાલકો, યુવાનો અને મોટી સંખ્યામાં મહિલાઓ સહિત હજારો લોકો આ રેલીમાં સામેલ થયા હતા. સમગ્ર શહેરમાં ‘‘ગૌમાતા કી જય'' અને ‘‘ગૌ સંરક્ષણ હો''ના નારાઓ સાથે લોકજાગળતિ ફેલાવવામાં આવી.
વક્તાઓએ જણાવ્યું કે ભારતીય સંસ્કળતિમાં ગાયને માતાનું સ્થાન છે. કરોડો લોકોની આસ્થાનું કેન્દ્ર હોવાના કારણે ગૌમાતાને હવે સત્તાવાર રીતે‘‘રાષ્ટ્રમાતા''નો દરજો આપવો જોઈએ.
તેમણે કહ્યું કે ગાયનું મહત્વ માત્ર ધાર્મિક નથી, પરંતુ કળષિ, પર્યાવરણ, ગ્રામ્ય અર્થતંત્ર અને ભારતીય સંસ્કળતિના સંરક્ષણમાં પણ ગાયનું યોગદાન અમૂલ્ય છે. આજે પણ નિરાધાર ગાયો રસ્તા પર રઝળે છે, પ્લાસ્ટિક ખાઈને બીમાર પડે છે અને ગૌશાળાઓ આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહી છે.
રેલી બાદ કલેક્ટર મારફતે રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. જેમાં નીચેની માંગો કરવામાં આવી છે.જેમાં ગાય માતાને ‘‘રાષ્ટ્રમાતા''નો દરજો આપવામાં આવે,દેશવ્યાપી એક સમાન ગૌ નીતિ ઘડવામાં આવે,ગૌશાળાઓને વધુ આર્થિક સહાય અને નિરાધાર ગાયો માટે કાયમી આશ્રયસ્થાનો,ગૌ આધારિત કળષિ અને જૈવિક ખેતીન પ્રોત્સાહન,ગૌ સંરક્ષણ કાયદાનો કડક અમલ કરવો.
કાર્યક્રમ દરમિયાન ગૌપૂજન, સંકીર્તન અને સંતોના આશીર્વચન યોજાયા હતા. આયોજકોએ જણાવ્યું કે ગૌસેવા કોઈ એક સંસ્થાનો નહીં પરંતુ સમગ્ર સમાજની નૈતિક અને સાંસ્કળતિક જવાબદારી છે. સરકાર અને સમાજના સંયુક્ત પ્રયાસોથી જ ગૌ સંરક્ષણ શકય બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી. (તસ્વીરઃ મુકેશ વાઘેલાઃ જૂનાગઢ)
(10:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
