તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 19th October 2026
ભાવનગરમાં મહાલક્ષ્મી મંદિરમાં આસો સુદ નોમ નિમિત્તે ભવ્ય હવન યોજાયો
દિવસભર ચાલેલી વિવિધ ધાર્મિક વિધિઓ બાદ સાંજે ૫:૩૦ કલાકે વિધિવત રીતે શ્રીફળ હોમીને યજ્ઞની પૂર્ણાહુતિ કરવામાં આવી

( વિપુલ હિરાણી દ્વારા ) ભાવનગર :શહેરના વોરાબજાર વિસ્તારમાં આવેલા ઐતિહાસિક શ્રી મહાલક્ષ્મી માતાજીના મંદિરમાં આસો સુદ નોમના પવિત્ર પર્વ નિમિત્તે ધાર્મિક વિધિ-વિધાન સાથે ભવ્ય હવન (યજ્ઞ) નું આયોજન કરવામાં આવ્યું હતું.
શ્રીમાળી બ્રાહ્મણ જ્ઞાતિજનો માટે યોજાયેલા આ ધાર્મિક મહોત્સવમાં આસો સુદ નોમ ને સોમવારના રોજ સવારથી જ ભક્તિમય વાતાવરણ જોવા મળ્યું હતું. શાસ્ત્રોક્ત વિધિ મુજબ વેદમંત્રોના ઉચ્ચારણ સાથે યજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પવિત્ર યજ્ઞમાં કિરીટભાઈ દિનકરભાઈ ઓઝા દંપતિ મુખ્ય યજમાનપદે બેસીને પૂજા-અર્ચનાનો ધર્મલાભ લીધો હતો.દિવસભર ચાલેલી વિવિધ ધાર્મિક વિધિઓ બાદ સાંજે ૫:૩૦ કલાકે વિધિવત રીતે શ્રીફળ હોમીને યજ્ઞની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.
આ પ્રસંગે શ્રી મહાલક્ષ્મી માતાજીના દર્શન તથા હવનના દર્શન માટે શ્રીમાળી બ્રાહ્મણ જ્ઞાતિના ભાઈઓ-બહેનો તથા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા અને દર્શન-પ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે આયોજકો તથા જ્ઞાતિજનોએ ભારે જહમત ઉઠાવી હતી
(7:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
