તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 13th October 2026
માળીયા હાટીના ખાતે અભાણી પરિવાર દ્વારા કુળદેવી સમ્મુખ ભવ્ય "હોમ-હવન" અને ધાર્મિક મહોત્સવનું આયોજન
આસો સુદ-૮ ના સોમવારે સ્ટેશન પ્લોટ સ્થિત માતાજીના મઢ ખાતે યોજાશે ધાર્મિક અનુષ્ઠાન

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર :માળીયા હાટીના ખાતે અભાણી પરિવારના કુળદેવી સમ્મુખ પવિત્ર "હોમ-હવન" તથા ધાર્મિક મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. સંવત ૨૦૦૨ના આસો સુદ-૮ ને સોમવાર એટલે કે તા. ૧૯-૧૦-૨૦૨૬ના રોજ આ શુભ મુહૂર્ત રાખવામાં આવેલ છે. આ શુભ પ્રસંગે અભાણી પરિવાર તરફથી સ્વજનો અને સ્નેહીજનોને સહપરિવાર પધારવા માટે હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. મુખ્ય કાર્યક્રમ અને સમય: બીડું હોમવાનો સમય: તા. ૧૯-૧૦-૨૦૨૬, સોમવાર, બપોરે ૧:૩૦ કલાકે. શુભ સ્થળ: અભાણી કુટુંબના માતાજીનો મઢ, સ્ટેશન પ્લોટ, માળીયા હાટીના. ખાસ નોંધ અને સૂચનાઓ: હવનમાં બેસવાની ઈચ્છા હોય તો અગાઉથી જાણ કરવાની રહેશે.
શક્ય હોય તો આગલા દિવસે રાત્રે આવી જવું તેમજ ગામમાં રહેતા પરિવારના ભાઈઓને હવન બાબત જાણ કરવાની રહેશે.હવન માટે નરેન્દ્રભાઈનો સંપર્ક કરવાનો રહેશે. અભાણી કુટુંબ વતી બિપીનચંદ્ર મણીલાલ (મો. ૯૮૨૫૩ ૭૨૧૬૮) નરેન્દ્રકુમાર પ્રભુદાસ (મો. ૯૮૨૪૮ ૬૪૩૨૫) એ નિમંત્રિત કરેલ છે.
(12:14 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
