હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Saturday, 17th October 2026
જેતપર (મચ્છુ) ગામે મિત્ર મંડળ દ્વારા રવિવારે ભવ્ય 'મહામાયા નવદુર્ગા રાસ' યોજાશે.
આસો સુદ અષ્ટમીના પાવન અવસરે ખત્રી વારી શેરી ખાતે રાત્રે 9:30 કલાકે નવદુર્ગા રાસનું આયોજન: ભક્તો અને ભુવાઓને પધારવા આમંત્રણ.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી તાલુકાના જેતપર (મચ્છુ) ગામે મિત્ર મંડળ દ્વારા નવરાત્રિ મહોત્સવ અંતર્ગત આસો સુદ અષ્ટમીના પાવન દિવસે માતાજીના ભવ્ય રાસનું આયોજન કરવામાં આવ્યું છે.
જેતપર ગામના ધર્મપ્રેમી ભક્તો માટે આગામી તારીખ 18-10-2026 ને રવિવારના રોજ મિત્ર મંડળ દ્વારા ખત્રી વારી શેરીમાં આવેલા ચાચર ચોક ખાતે 'મહામાયા નવદુર્ગા રાસ'નું આયોજન કરાયું છે. રાત્રે 9:30 કલાકે આ નવદુર્ગા રાસની શરૂઆત થશે.
આ પાવન અવસરે આદ્યશક્તિ નવદુર્ગાના સાક્ષાત દર્શનનો લહાવો લેવા માટે આયોજક મિત્ર મંડળ, જેતપરના તમામ સભ્યો દ્વારા ભાવિક ભક્તોને ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ ઉપરાંત, માતાજીના આહ્વાન અને આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે દરેક માતાજીના ભુવાઓને પણ આ રાસમાં ખાસ ઉપસ્થિત રહેવા માટે જણાવાયું છે
(12:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
