<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 21st October 2026

જામનગરના પ્રદર્શન મેદાન ખાતે સિંધી સમાજ દ્વારા ભવ્‍ય રાવણદહન કાર્યક્રમ

જામનગરઃ જામનગરના પ્રદર્શન મેદાન ખાતે સિંધી સમાજ દ્વારા ભવ્‍ય રાવણદહન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્‍યામાં લોકો ઉપસ્‍થિત રહ્યા હતા અને ઉત્‍સાહભેર રાવણદહનના કાર્યક્રમને નિહાળ્‍યો હતો. આ પ્રસંગે શ્રીકળષ્‍ણ ણામી ધર્માચાર્ય અનંતશ્રી વિભૂષિત જગદગુરુ આચાર્યશ્રી કળષ્‍ણમણિજી મહારાજ, જામનગરનાં સાંસદ પૂનમબેન માડમ, મેયર મોનિકાબેન વ્‍યાસ, ધારાસભ્‍ય દિવ્‍યેશ અકબરી, પૂર્વ રાજ્‍યમંત્રી પરમાનંદ ખટ્ટર સહિત સિંધી સમાજના વિવિધ અગ્રણીઓ તેમજ વિવિધ ક્ષેત્રના મહાનુભાવો વિશેષ ઉપસ્‍થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ઉપસ્‍થિત મહાનુભાવોની હાજરીમાં રાવણદહન કરવામાં આવ્‍યું હતું. આ પ્રસંગે સમગ્ર વાતાવરણ ઉત્‍સાહ અને ઉમંગથી ગુંજી ઊઠ્‍યું હતું. સિંધી સમાજ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં ધાર્મિક અને સાંસ્‍કળતિક પરંપરાનું સુંદર નિદર્શન જોવા મળ્‍યું હતું.(અહેવાલઃ મુકુંદ બદિયાણી,તસવીરઃ કિંજલ કારસરીયા, જામનગર)

(12:00 PM IST)