તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 20th October 2026
જામનગરના પ્રદર્શન મેદાન ખાતે સિંધી સમાજ દ્વારા ભવ્ય રાવણદહન કાર્યક્રમ યોજાયો
ઉપસ્થિત મહાનુભાવોની હાજરીમાં રાવણદહન કરવામાં આવ્યું: સમગ્ર વાતાવરણ ઉત્સાહ અને ઉમંગથી ગુંજી ઊઠ્યું

જામનગર: જામનગરના પ્રદર્શન મેદાન ખાતે સિંધી સમાજ દ્વારા ભવ્ય રાવણદહન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને ઉત્સાહભેર રાવણદહનના કાર્યક્રમને નિહાળ્યો હતો.
આ પ્રસંગે શ્રીકૃષ્ણ પ્રણામી ધર્માચાર્ય અનંતશ્રી વિભૂષિત જગદગુરુ આચાર્ય કૃષ્ણમણિજી મહારાજ, જામનગરનાં સાંસદ પૂનમબેન માડમ, મેયર મોનિકાબેન વ્યાસ, ધારાસભ્ય દિવ્યેશ અકબરી, પૂર્વ રાજ્યમંત્રી પરમાનંદ ખટ્ટર સહિત સિંધી સમાજના વિવિધ અગ્રણીઓ તેમજ વિવિધ ક્ષેત્રના મહાનુભાવો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવોની હાજરીમાં રાવણદહન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સમગ્ર વાતાવરણ ઉત્સાહ અને ઉમંગથી ગુંજી ઊઠ્યું હતું. સિંધી સમાજ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં ધાર્મિક અને સાંસ્કૃતિક પરંપરાનું સુંદર નિદર્શન જોવા મળ્યું હતું.(તસવીરો : કિંજલ કારસરીયા, જામનગર)
(9:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
