<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 11th October 2026

ચોટીલા યાત્રાધામમાં નવરાત્રિના પ્રથમ નોરતે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું

મા ચામુંડાનાં દર્શન માટે મોટી સંખ્યામાં માઈભક્તો પહોંચ્યા : ડુંગર પર માતાજીનાં દર્શન માટે ભક્તોની લાંબી કતારો

સુરેન્દ્રનગરના ચોટીલા યાત્રાધામમાં નવરાત્રિના પ્રથમ નોરતે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. આસો માસના પ્રારંભે રવિવારની રજા હોવાથી વહેલી સવારથી જ મા ચામુંડાનાં દર્શન માટે મોટી સંખ્યામાં માઈભક્તો પહોંચ્યા હતા. ડુંગર પર માતાજીનાં દર્શન માટે ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી. દૂર-દૂરથી આવેલા શ્રદ્ધાળુઓએ મા ચામુંડાનાં દર્શન કરી ધન્યતા અનુભવી હતી. માતાજીના જયઘોષથી સમગ્ર ચોટીલા ધામ ભક્તિમય બન્યું હતુંઅને નવરાત્રિના પ્રથમ દિવસે જ યાત્રાધામમાં ભક્તિનો માહોલ જામ્યો હતો.

(6:35 PM IST)