<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th July 2026

વરસાદને પગલે ભવનાથ તળેટી અને વિલિંગ્ડન ડેમ ખાતે લોકોની ભારે ભીડ ઉમટી

કુદરતી સૌંદર્યનો લ્હાવો લેવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતાં ભવનાથ તળેટી તેમજ વિલિંગ્ડન ડેમ તરફ જતાં માર્ગો પર ટ્રાફિક જામ સર્જાયો

જૂનાગઢ :વરસાદ બાદ ગુજરાત રાજ્યના કેટલાક વિસ્તારોમાં કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું છે જૂનાગઢ જિલ્લામાં વરસેલા વરસાદને પગલે ભવનાથ તળેટી અને વિલિંગ્ડન ડેમ ખાતે લોકોની ભારે ભીડ જોવા મળી હતી. કુદરતી સૌંદર્યનો લ્હાવો લેવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતાં ભવનાથ તળેટી તેમજ વિલિંગ્ડન ડેમ તરફ જતાં માર્ગો પર ટ્રાફિક જામ સર્જાયો હતો. ડેમ હજુ ઓવરફ્લો થયો ન હોવા છતાં વરસાદી માહોલનો આનંદ માણવા લોકો મોટી સંખ્યામાં પહોંચ્યા હતા.

(12:44 AM IST)