<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st October 2026

સાળંગપુર શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજીના સાનિધ્‍યમાં ભક્‍તોની સુવિધા માટે વિશાળ EV ચાર્જિંગ સેન્‍ટર

રાજકોટ તા.૩૧: સાળંગપુર શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજીના સાનિધ્‍યમાં સાળંગપુર ધામ ખાતે ભક્‍તોની સુવિધામાં ઉત્તરોત્તર વધારો કરવાના ભાગરૂપે એક અત્‍યાધુનિક અને વિશાળ EV ચાર્જિગ સેન્‍ટરનું લોકાર્પણ કરવામાં આવ્‍યુ હતું.

‘‘ભક્‍તિ + પ્રકૃતિ = No Tension સફર, દાદાની સેવા હવે Next Level!'' ના સંકલ્‍પ સાથે શરૂ થઈ રહેલા આ પ્રોજેક્‍ટથી સાળંગપુર આવતા ઇલેક્‍ટ્રિક વાહનચાલકોને મોટી રાહત મળશે. શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજના ૧૭૮મા વાર્ષિક પાટોત્‍સવ  પ્રસંગે    આ સેવાનું પ્રેરક અને સુંદર આયોજન શ્રી હરિપ્રકાશદાસજી સ્‍વામી અને કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્‍વામીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્‍યું હતું.  જેનું ઘનશ્‍યામ ભગત-વડતાલ તેમજ સાળંગપુર શ્રી હનુમાનજી મંદિરના પૂજારી સ્‍વામી દ્વારા ઉદ્ધાટન કરવામાં આવ્‍યું હતું.

ઝડપી ચાર્જિગ, પર્યાવરણને નવું સ્‍ટાર્ટિગ! આ સુવિધાનો લાભ લેવા તમામ ભક્‍તજનો અને વાહનચાલકોને સાળંગપુર ધામ દ્વારા અનુરોધ કરવામાં આવે છે.

મુખ્‍ય વિશેષતાઓ.સાળંગપુર શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજીના સાનિધ્‍યમાં ભક્‍તોની સુવિધા માટે  વિશાળ EV ચાર્જિગ સેન્‍ટર ૨૪×૭ અવિરત સેવા. ગમે ત્‍યારે, નો ટેન્‍શન! વાહન ચાર્જિગની સુવિધા ચોવીસ કલાક ઉપલબ્‍ધ રહેશે. એડવાન્‍સ્‍ડ ટેક્રોલોજી.ડિજિટલ પેમેન્‍ટ, સ્‍માર્ટ સિક્‍યોરિટી અને આસાન સેલ્‍ફ-સર્વિસની ઉત્તમ સુવિધા.

ક્ષમતા એક સાથે ૧૨ વાહનો ઝડપથી ચાર્જ કરવાની ઉત્તમ સગવડ. પાવર ૧૨૦ KW સુપર ફાસ્‍ટ ચાર્જર  જે ઝપાટાબંધ વાહન ચાર્જ કરશે

(10:41 AM IST)