તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 4th November 2026
મોરબી નવનિર્મિત શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે વિશાળ મહિલા સમેલન યોજાયુ

મોરબીઃ મોરબી મચ્છુ નદીના કિનારે નવનિર્મિત બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે સત્સંગ હોલ ખાતે વિરાટ મહિલા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વામિનારાયણ સંસ્થાન દ્વારા વિવિધ ક્ષેત્રે કરાયેલ સદકાયો અને સેવાકાર્યોની માહિતી બહેનોને આપવામાં આવી હતી તેમજ મહાસભામાં વિવિધ વિષયો સાથે ઉપર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને સાંસ્કળતિક કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં પ્રદેશ ભાજપના પૂર્વ મહિલા પ્રમુખ દીપિકાબેન હાજર રહ્યા હતા. કમિશનર સંગીતાબેન રૈયાણીએ જણાવ્યુ હતું કે, મહંત સ્વામી મહારાજના હસ્તે પ્રાણ પ્રતિષ્ઠાન મહોત્સવ જે મંદિર ખાતે તાજેતરમાં યોજાયો હતો તે મંદિર હાલમાં લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બનેલ છે.
(10:36 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
