News of Thursday, 23rd July 2026
અમરેલી હનુમાનપરામાં તેલની ઘાણીમાં મગફળીની ગુણીઓ નીચે દબાઇ જવાને લીધે મજૂરનું મોત
૨૫ વર્ષના અશોક મોસપરાનું રાજકોટમાં મૃત્યુઃ એક વર્ષના પુત્રએ પિતાનું છત્ર ગુમાવતાં ગમગીની

રાજકોટ તા. ૨૩: અમરેલીના હનુમાનપરામાં આવેલી તેલની ઘાણીમાં મજૂરી કરતા પચ્ચીસ વર્ષના યુવાનનું મગફળીની ગુણીઓ માથે પડતાં દબાઇ જવાને કારણે, ઇજા થવાથી મોત થતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે.
જાણવા મળ્યા મુજબ અમરેલીમાં હનુમાનપરા વિસ્તારમાં રહેતો અશોકભાઇ કરમશીભાઇ મોસપરા-દેવીપુજક (ઉ.વ.૨૫) ગત તા. ૧૦/૭ના રોજ હનુમાનપરા વિસ્તારમાં આવેલીસ સહયોગ નામની તેલની ઘાણીમાં મજુરી કામ કરવા ગયો ત્યારે તેના ઉપર મગફળીની ગુણીઓ પડતાં તે દબાઇ ગયો હતો અને ઇજાઓ પણ થઇ હતી. તેને અમરેલી સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ સારવારમાં તેનું મૃત્યુ થયું હતું.
મૃત્યુ પામનાર અશોકભાઇ એક બહેન અને બે ભાઇમાં મોટો હતો. તેને સંતાનમાં એક વર્ષની દિકરો છે. જેણે પિતાની છત્રછાંયા ગુમાવતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે. હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે બનાવની જાણ અમરેલી સીટી પોલીસને કરતાં જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી.
(11:38 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
