તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 5th May 2026
જામનગરના મોટી ખાવડીમાં કામ દરમિયાન પટકાયેલા મધ્યપ્રદેશના શ્રમિકનું સારવાર દરમિયાન મોત
જાળી જાખરાની સફાઈ વખતે પગ લપસતા 42 વર્ષીય જોરાવરસિંહ નાયકને માથા અને ખંભામાં ગંભીર ઈજા થઈ હતી

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર, તા. 5 : જામનગર નજીક મોટી ખાવડી વિસ્તારમાં એક સપ્તાહ પહેલાં કામકાજ દરમિયાન પટકાઈ પડેલા શ્રમિક યુવાનનું સારવાર દરમિયાન અપમૃત્યુ નિપજ્યું છે.
મૂળ મધ્યપ્રદેશનો વતની અને હાલ મોટી ખાવડી વિસ્તારમાં રહેતો જોરાવરસિંહ લક્ષ્મણ નાયક (ઉ.વ. 42) મોટી ખાવડી વિસ્તારમાં એક ખાનગી કંપનીના એરિયામાં કામકાજ કરી રહ્યો હતો. ગત 25મી તારીખે જાળી જાખરાની સફાઈ કામ અને કટીંગ દરમિયાન તેનો પગ લપસી જતાં તે નીચે પટકાઈ પડ્યો હતો. આ અકસ્માતમાં તેને માથામાં તેમજ ખંભામાં ઈજા થઈ હતી.
ઈજાગ્રસ્ત જોરાવરસિંહને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નિપજ્યું હોવાનું જાહેર થયું છે.
સાથે જ કામ કરતા સુરેશકુમાર હીરા રામ બાજવાએ પોલીસને જાણ કરતા મેઘપરના પોલીસ હેડ કોન્સ્ટેબલ એ. એચ. નોઈડાએ મૃતદેહનો કબજો સંભાળી સમગ્ર બનાવ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
(11:45 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
