તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 8th November 2026
જૂનાગઢમાં સી ડિવિઝન પોલીસ વિસ્તારમાંથી ઇંગ્લીશ દારૂનો મોટો જથ્થો ઝડપાયો : કાર સહિત રૂ. ૬.૫૫ લાખનો મુદ્દામાલ કબ્જે
જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા ના માર્ગદર્શન જુનાગઢ રેન્જ પોલીસની ટીમે બાતમીના આધારે વોચ ગોઠવી : પોલીસને જોઈ કાર મૂકી ચાલક નાસી ગયો, પ્રોહીબીશનનો ગુનો દાખલ

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ : જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા દેશી-વિદેશી દારૂ તથા જુગારની બદીને નેસ્તનાબૂદ કરવા માટે આપવામાં આવેલી કડક સૂચનાના અનુસંધાને જૂનાગઢ રેન્જના પોલીસ ઇન્સ્પેક્ટર વાય.બી.રાણાના માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ. આર.જી.ચુડાસમા, પો.સ.ઇ. બી.ડી.માવદિયા તથા પોલીસ સ્ટાફ જૂનાગઢ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન સંયુક્ત ખાનગી રાહે બાતમી હકીકત મળેલ હતી.
જૂનાગઢ શહેર રાયજીબાગ સોસાયટી સુત્રેજાવાડી તરફથી આવીને જૂનાગઢ ઘાંચીપટ સોસાયટી તરફ એક કાળા કલરની હ્યુન્ડાઇ કંપનીની વરના કાર રજીસ્ટર નંબર GJ-06-PE-8486 નો ચાલક તેના કબ્જા હવાલાની ફોરવ્હીલમાં ઇંગ્લીશ દારૂનો જથ્થો લઈને પસાર થનાર છે તેવી ચોક્કસ અને આધારભૂત બાતમી મળતા સદરહુ ઇંગ્લીશ દારૂનો જથ્થો ઝડપી પાડવાનું સફળ આયોજન કરી સદરહુ બાતમી મુજબના વાહનની વોચમાં હતા.
તે દરમ્યાન બાતમી મુજબનું વાહન જૂનાગઢ શહેર રાયજીબાગ સોસાયટી સુત્રેજાવાડી તરફથી આવીને જૂનાગઢ ઘાંચીપટ સોસાયટી તરફ આવતું હોય જેથી સદરહુ કાળા કલરની હ્યુન્ડાઇ કંપનીની વરના કારને રોકતા કાર ચાલકે આ કાર રોકેલ નહીં અને કારનો ચાલક કાર મૂકી નાસી ગયેલ, કારચાલકના કબ્જા હવાલાવાળી કાર જોતા પાછળની સીટ તથા ફૂલવર તથા ડેકીમાંથી ખાખી પૂઠાના પેટીઓમાંથી ઇંગ્લીશ દારૂનો જથ્થો મળી આવેલ હોય જેથી સદરહુ ઇંગ્લીશ દારૂના જથ્થાની ભરેલ એક કાળા કલરની હ્યુન્ડાઇ કંપનીની વરના કાર રજીસ્ટર નંબર GJ-06-PE-8486 વાળી કારનો નાસી જનાર ચાલક અજાણ્યા ઇસમ વિરુદ્ધમાં સી ડિવીઝન પોલીસ સ્ટેશન ગુ.ર.નં. ૧૧૨૦૩૦૦૪૨૬૦૭૨૦/૨૦૨૬ પ્રોહી કલમ ૬૫ (ઇ), ૧૧૬ (બી), ૮૧(૨) મુજબનો ગુન્હો રજી. કરાવી આગળની કાયદાકીય તપાસ હાથ ધરવામાં આવેલ છે, કબ્જે કરવામાં આવેલ મુદ્દામાલમાં ROYAL CHALALANGE FINEST PREMIUM WHISKY પ્લાસ્ટીકની ૧૮૦ એમ.એલ.ની બોટલ ૧૬ પેટીમાં કુલ ૯૧૨ બોટલ કિંમત રૂ. ૧,૫૫,૫૪૨/- તથા એક કાળા કલરની હ્યુન્ડાઇ કંપનીની વરના કાર રજીસ્ટર નંબર GJ-06-PE-8486 કિંમત રૂ. ૫,૦૦,૦૦૦/- મળી કુલ રૂ. ૬,૫૫,૫૪૨/- નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ છે,
આ સફળ કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર વાય.બી.રાણા, પો.સ.ઇ. આર.જી.ચુડાસમા, બી.ડી.માવદિયા તથા એ.એસ.આઈ. ગજેન્દ્રસિંહ ઈન્દ્રસિંહ, પ્રદ્યુમનસિંહ રતુભા, પો.હેડ કોન્સ. મહેન્દ્રભાઈ દાનાભાઈ, વિપુલસિંહ કિરણસિંહ, હરદેવસિંહ અમરસિંહ, આઝાદસિંહ મૂળુભાઈ, પો.કો. ભુપતસિંહ ડોલરસિંહ, પ્રવિણસિંહ પીડાભાઈ, ડાયાભાઈ કાનાભાઈ, અમિતભાઈ કશનભાઈ, જીતેન્દ્રભાઈ દેસાભાઈ, અરવિંદભાઈ રસિકભાઈ વગેરે દ્વારા કરવામાં આવેલ છે, આ અંગે ડી.આઈ.જી.પી.શ્રી દ્વારા સ્પષ્ટ સંદેશ આપવામાં આવેલ છે કે જૂનાગઢ રેન્જ વિસ્તારમાં કોઈપણ પ્રકારની પ્રોહીબીશન અંગેની ગે.કા. પ્રવૃત્તિઓ કે અસામાજિક તત્વોને બક્ષવામાં આવશે નહીં, આગામી દિવસોમાં પણ આવી અસામાજિક પ્રવૃત્તિઓ સામે એમની કચેરીના સ્ટાફ દ્વારા કડકમાં કડક કાર્યવાહી સતત ચાલુ રહેશે.( તસવીર:મુકેશ વાઘેલા-જુનાગઢ)
(6:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
