તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 17th April 2026
વીરપુર ગામની આહાબા વિસ્તારની સીમમાં દિપડાએ વાછરડાનું મારણ કર્યુ

વીરપુર તા. ૧૭ :.. વીરપુર આહાબા સીમમાં છેલ્લાં ઘણા સમયથી અવારનવાર ચડી આવતા દીપડાની દહેશત થી ખેડૂતોમાં ફફડાટ ફેલાયો છે આહાબા સીમમાં દિપડાએ ખેડૂતોના વાડી વિસ્તાર માથી ઘણા શ્વાનોનો પણ શિકાર કર્યા છે, ઘણા ખરા ખેડૂતોના પશુઓ પણ ખેડૂતો પોતાની વાડીએ રાખતા હોય છે ત્યારે આ હિંસક દિપડાએ ગત રાત્રીએ કિશોરભાઈ શેખ પોતાની બે ગાય અને એક વાછરડાંને પોતાની ભાગમાં વાવવા રાખેલ વાડીએ બાંધેલ હતા ત્યારે રાત્રીના સમયે એક વાછરડાંનું મારણ કર્યું હતું. ખેડૂત કિશોરભાઈ શેખ પોતાની વાડીએ રાત્રીના બારેક વગ્યાની સુમારે જતા તેમણે ત્યાં જોતા બે ગાય માંથી એક વાછરડાંનું ત્યાં જોવા ન મળતા કિશોરભાઈએ આજુબાજુના ખેડૂતોને સાથે લઈ તપાસ શરૂ કરતા પોતાના ખેતરની આગળ બીડમાં કોઈ વન્ય પ્રાણીએ વાછરડાંનું મારણ કર્યું હોવાનું જણાતાં તેમણે ફોરેસ્ટ વિભાગના ફોરેસ્ટ જયાબેન રાઠોડને જાણ કરી હતી, જેમને લઈને ફોરેસ્ટ જયાબેન રાઠોડે તરતજ વીરપુરની આહાબા સીમમાં આવી તપાસ શરૂ કરી હતી, વાછરડાંના શરીરમાં તપાસ કરતા જંગલી જનાવરના પંજા તેમજ નોરની છાપ દીપડાની છે તેવું ફોરેસ્ટ વિભાગના જયાબેન રાઠોડે જણાવ્યું હતું મારણ કરેલા વાછરડાના શરીર ઉપરના નિશાન અને પગલાની છાપ સહીતની માહીતી મેળવીને વાછરડાંના મારણનું પંચરોજકામ કર્યું હતું,આરએફઓ હાર્દિક રતનપરાના માગદર્શન હેઠળ ફોરેસ્ટર જયાબેન રાઠોડે આહાબા સીમમાં આવેલ દીપડાના તાગ મેળવવા કવાયત કરી વધુ તપાસ હાથ ધરી હતી. (તસવીર : કિશનસિંહ મોરબીયા - વીરપુર)
(11:28 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
