<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th November 2026

જસદણ પાસે અકસ્‍માતમાં ચોટીલાથી દર્શન કરી પરત ફરતા મહુવાના ડુડસ ગામના દંપતિનું મોત

પોલારપરના પાટીયા પાસે બાઇક અને બોલેરો વચ્‍ચે અકસ્‍માત

તસ્‍વીરમાં અકસ્‍માતમાં મોતને ભેટેલ દંપતિને હોસ્‍પીટલે લઇ જવાયા હતા તે નજરે પડે છે. (તસ્‍વીરઃ હુસામુદીન કપાસી, જસદણ)

(હુસામુદીન કપાસી દ્વારા) જસદણ તા.૨૬: જસદણ પાસે બાઇક અને બોલેરો વચ્‍ચે સર્જાયેલ અકસ્‍માતમાં ચોટીલાથી દર્શન કરી પરત ફરતા મહુવા પંથકના ડુડસ ગામના દંપતિનું મોત નીપજતા અરેરાટી વ્‍યાપી ગઇ છે.

આ અંગેની વિગત એવી છે કે જસદણના પોલારપર ગામના પાટિયા પાસે ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના ડુડસ ગામે રહેતાં લાલજીભાઈ બચુભાઈ વાસીયા અને તેમના પત્‍ની મુક્‍તાબેન ચોટીલાથી દર્શન કરી પોતાના ગામ પરત ફરતા ત્‍યારે તેમનું બાઇક જસદણના પોલારપર ગામના પાટિયા પાસે એક બોલેરો પિકઅપ વાનને હડફેટે લેતાં બંને ઇજાગ્રસ્‍ત દંપતિને ૧૦૮ દ્વારા જસદણની ખાનગી હોસ્‍પિટલ ખાતે ખસેડવામાં આવ્‍યા હતા પણ ટૂંકી સારવાર દરમિયાન બન્નેના મોત થયા હતાં.

(11:56 AM IST)