તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 5th November 2026
નાની ખાવડી ગામની સીમમાં મહીલાને ગળેટુપો આપી ખુનના ગુનામાં ૨૦ વર્ષથી નાસતા ફરતા આરોપીને "સાસારામ બીહાર”થી પકડી પાડતી જામનગર એલ.સી.બી.
આરોપી પોતાનુ નામ બદલી અલગ અલગ જગ્યાએ રહેતો હતો:આરોપીના લોકેશન આધારે છેલ્લા 20 વર્ષથી ફરાર મર્ડરના ગુનાના આરોપીને બિહાર ખાતેથી પકડી ખોવાયો

( મુકુંદ બદીયાણી દ્વારા ) જામનગર : નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ રાજકોટ નિર્લિપ્ત રાય (IPS) નાઓએ જામનગર જીલ્લામા બનેલ અન ડીટેકટગુન્હા શોધી કાઢવા તથા નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા જણાવેલ હોય, જેથી જામનગર જીલ્લાના પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈની (IPS) નાઓએ જામનગર જીલ્લામાં દાખલ થયેલ ચોરીઓના વણશોધાયેલ ગુન્હાઓ શોધી કાઢવા તથા નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા અંગે એલ.સી.બી. ના પો.ઇન્સને સુચના કરેલ હોય, જેથી એલ.સી.બી.ના પોલીસ ઇન્સ. વી.બી.ચૌધરી નાઓના માર્ગદર્શન મુજબ એલ.સી.બી.ના પો.સ.ઈ. એમ.વી.ભાટીયા તથા સ્ટાફના માણસો નાસતા ફરતા આરોપીઓની તપાસમા હતા.
દરમ્યાન સ્ટાફના સુમીતભાઈ શીયાર તથા અજયભાઈ વિરડા તથા ભયપાલસિંહ જાડેજાને મળેલ હકિકત આધારે આ ગુન્હાનો નસતો ફરતો આરોપી બીહાર રાજયના રોહતાશ જીલ્લાના નાશીરગંજ તાલુકાના સાસારામ ટાઉનમાં ભવન નિમાર્ણ ની ઓફિસ મા કામ કરે છે તેવી હકિકત મળતા પંચ બી ડીવી.પો.સ્ટે પો.સ.ઈ. એ.આર.પરમાર તથા સુમીતભાઈ શીયાર તથા અજયભાઈ વિરડા તથા નાનજીભાઈ પટેલ નાઓએ ત્યા જઇ આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી આગળની તપાસ થવા પંચ બી ડીવી પોલીસ સ્ટેશન ને સોપી આપેલ છે.
ગુન્હાની વિગત
પંચ બી પોલીસ સ્ટેશન ગુના નંબર-30/2007 કલમ આઈપીસી 302 વિગેરે ગુનો તા.૨૮/૦૨/૨૦૦૭ ના કલાક ૧૧/૦૦ વાગ્યાથી કલાક ૨૧/૦૦ વાગ્યા દરમ્યાન નાની ખાવડીગામની સીમ પાયલ હોટલની ધાર રામભાઇ રબારીના મકાનમા રહેતા રોશનબેન નામની મહીલાને ગળે ટુપો આપી મોત નિપજાવી આરોપી નાશી ગયેલ હતો જે અંગેની ફરીયાદ બાબુસંગ રવુભા ચુડાસમા (ઉવ.૩૩ )ધંધો.ડ્રાઈવીંગ (રહે.હાલ જામનગર ખંભાળીયા રોડ, મોટી ખાવડીની બાજુમા તા.જી.જામનગર વાળા) એ જાહેર કરેલ હતો
ગઈ તા.૨૮/૦૨/૨૦૦૭ ના રોજ મરણ જનાર રોશનબેન નાની લાશ તેની રહેણાંક ઓરડીએથી મળી આવેલ જે બનાવ સંબંધે પ્રાથમિક અ.મોત દાખલ કરવામાં આવેલ ત્યાર બાદ લાશ નું પી.એમ કરાવતા મૃત્યુનું કારણ ગળા ફાંસો આપવાના લીધે થયેલ હોવાનું આવેલ જે બાદ તા ૦૧/૦૩/૨૦૦૭ ના રોજ હત્યાનો ગુનો દાખલ કરવામાં આવેલ જેમાં બનાવ બાદથી જ ફરાર રોશનબેન ઉર્ફે બીમલાદેવી ના પતિ અસલમ ઉર્ફે પપ્પુ નું નામ આરોપી તરીકે જાહેર થયેલ જેની શોધખોળ કરતા તે મળી આવેલ ન હતો જેથી આરોપી નું સી.આર.પી.સી. કલમ ૭૦ મુજબનું વોરંટ કઢાવવામાં આવેલ અને બાદ આ ગુનામાં માં વર્ગ-A સમરી ભરવામા આવેલ
આરોપી કેવી રીતે પકડેલ તે વિગત
આ આરોપીને પકડવા સારું સૌ પ્રથમ તપાસના કેસ કાગળોનો અભ્યાસ કરવામાં આવેલ જેમાંથી એક એક કડી અલગ અલગ તારવી તે દિશામાં તપાસ કરવામાં આવેલ અને આ આરોપી મૂળ મૌના ગામ,તા.નાસરીગંજ,જી રોહતાસ,બિહાર નો રહેવાસી હોય જ્યાં રહેતા આરોપીના સગા સંબંધીઓની વિગત વારની માહિતી મેળવવામાં આવેલ જેમા આરોપી પોતાનુ નામ બદલી અલગ અલગ જગ્યાએ રહેતો હોવાનુ જણાવા મળેલ હતુ જે આધારે બિહાર તેના મૂળ વતનથી હ્યુમન રિસોર્સ ડેવલપ કરી તેમજ ટેકનીકલ સોર્સની ની મદદ મેળવી આરોપી નો ફોટો મેળવવામાં આવેલ તેમજ આરોપી
નો મોબાઈલ નંબર મેળવેલ અને ત્યાર બાદ આરોપીના લોકેશન આધારે છેલ્લા 20 વર્ષથી ફરાર મર્ડરના ગુનાના આરોપીને શોધી બિહાર ખાતેથી પકડી પાડવામાં આવેલ છે.
મરણ જનાર નામ: રોશનબેન ઉર્ફે બીમલાદેવી
પકડાયેલ આરોપી
(૧) અસલમ ઉર્ફે પપ્પુ સ/ઓ મહમદ તાસ અન્સારી (રહે.મોના ગામ પોષ્ટ પારડી તા.નાશરીગંજ જી.રોહતાસ રાજય બિહાર) આ કાર્યવાહી પો.ઈન્સ.વી.બી.ચૌધરીના માર્ગદર્શન મુજબ પો.સ.ઈ.એમ.વી.ભાટીયા તથા એલ.સી.બી. સ્ટાફના હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલવાડીયા, અરજણભાઈ કોડીયાતર, ધનશ્યામભાઈ ડેરવાળીયા, ભરતભાઈ ડાંગર, મયુદીનભાઈ સૈયદ, હિતેન્દ્રસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, યુવરાજસિંહ ઝાલા, ધમેન્દ્રસિંહ જાડેજા, ભયપાલિંહ જાડેજા, કિશોરભાઈ પરમાર, સુમીતભાઇ શીયાર, રૂષીરાજસિંહ વાળા, મયુરસિંહ પરમાર, અજયભાઈ વીરડા, સુરેશભાઈ માલકીયા, દયારામ ત્રિવેદી, બીજલભાઈ બાલાસરા તથા ભારતીબેન ડાંગર વિગેરે દ્રારા કરવામા આવેલ છે.
(7:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
